સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં BRTS બસના ડ્રાઇવરોની લાપરવાહી અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. વરાછામાં બરોડા પ્રિસ્ટેજ નજીક બીઆરટીએસ રૂટ ફરી લોહીયાળ બન્યો હતો. રસ્તો ક્રોસ કરી રહેલા આધેડ બસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યાં હતાં. એક્સિડન્ટ બાદ લોકોના ટોળા એકઠા થઈ જતાં બસના ડ્રાઈવરને પોલીસ હવાલે કરાયો હતો. સમગ્ર મુદ્દે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનના બાંસવાડામાં રહેતા મનીષ જૈન તેમના સાળાને બરોડા પ્રિસ્ટેજથી આગળ હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી ખબર અંતર પૂછવા કાર લઈને આવ્યાં હતાં. હોસ્પિટલમાંથી નીચે આવ્યા ત્યારે તેમની કાર રોડ પર નહોતી. આથી તેમણે આસપાસ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે કારને ટો કરી દેવામાં આવી છે. જેથી તેઓ રિક્ષામાં બેસીને કાર છોડાવવા માટે જવા નીકળ્યા એ દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે જ બીઆરટીએસ(જીજે 05 બીએક્સ 8744)ની અડફેટે આવી ગયાં હતાં.



મનીષ જૈનનું બસની અડફેટે આવી જતાં માથું રોડ પર અથડાયું હતું. જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થળ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ મનીષ જૈનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.



રાજસ્થાનમાં પ્રોપર્ટીના કામકાજ સાથે સંકળાયેલા મનીષ જૈનના મૃતદેહને પીએમ બાદ વતન રાજસ્થાન લઈ જવાશે. તેમના પરિવારમાં બે સંતાનો અને માતા પિતા તથા પત્ની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આદિત્ય ઠાકરેની ચૂંટણી લડવા પર રાજ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- ભત્રીજો આશીર્વાદ લેવા નથી આવ્યો પણ......

ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો, જાણો વિગત