Surat Mass Suicide Case Update: સુરતના અડાજણમાં એક જ પરિવારના સાત લોકોના સામુહિક આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. સુરત ડીસીપી રાકેશ બારોટે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું, એક જ પરિવાર ના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો. જે તે સમયે સ્યુસાઇડ નોટ મળેલી. તેમાં આરોપી ના નામ ન હતા, પરંતુ ઘરમાંથી રેકોર્ડ મળ્યા હતા. જેમાં ઇન્દ્રપાલ શર્માના 20 લાખ ના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. આરોપી દિવાળી પહેલા 20 લાખ ચૂકવી દેવા પ્રેશર કરતો હતો. ફર્નિચરના બિલ હતા, મનીષ સોલંકી 1 કરોડની લોન માટે પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ લોન એપ્રુવ થઈ નહોતી. ભાગીદાર ઈન્દ્રપાલ જ દુષ્પ્રેરણાનો મુખ્ય આરોપી નીકળ્યો હતો. ભાગીદાર દ્વારા મનીષ સોલંકીને સામી દિવાળી એ ધંધાના લાખો રૂપિયા બીલો ભરવા દબાણ કરવામાં આવતું હતું, તપાસ દરમિયાન મનીષ સોલંકી ના ઘરેથી વધુ એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં ભાગીદાર ઇન્દ્રપાલ શર્માનું નામ હતું. ઇન્દ્રપાલ ફર્નિચર ન કામમાં મનીષ સોલંકીનો ભાગીદાર હતો.
શું હતો સમગ્ર મામલો
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. ઘટના જાણ થતા જ તેમના સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સુરત પોલીસે જણાવ્યું કે, અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું. મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો.
મૃતક મનિષ સોલંકીએ આપઘાત નોટમાં એવું પણ લખ્યું કે જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ.