કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર હોમ આઇસોલેટ થયા છે. સાંજે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવશે. મેયરના સંપર્ક માં આવનાર લોકોને ટેસ્ટ કરી લેવા વિનંતી કરાઈ છે. આ અંગે ડો. જગદીશ પટેલે જાતે ટ્ટવીટ કરીને માહિતી આપી છે અને જણાવ્યું છે કે, માર્ચ મહીનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ બહાર રહેવાનું અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાનું થયું છતા ઇન્ફેક્શનથી બચી શકાયું હતું. જે બીજો વેવ શરૂ થતા શક્ય ના બન્યું.
તેમણે જણાવ્યું છે કે, ગઈ કાલથી થોડી શરદી-ઉધરસ જણાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વિનંતી કરું છું. હવે થોડા દિવસ સુધી આપ સૌ સાથે પ્રત્યક્ષરૂપે સેવાકાર્યમાં નહીં જોડાઇ શકું તે બદલ માફ કરશો.