ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાની તબિયત લથડી? ઓક્સિજન લેવામાં તકલીફ પડતા ICUમાં ખસેડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Nov 2020 01:43 PM (IST)
છેલ્લા 3 દિવસથી મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મેયરને પોતાનું ઓક્સિજન લેવલ ઘટ્યું હોવાનું લાગતા મહાવીરમાં દાખલ થયા છે. તેઓને હોસ્પિટલમાં આઇસીયુમાં રાખવામાં આવ્યા છે.
સુરતઃ કોરોના પોઝિટિવ આવેલા શહેરના મેયર ડો.જગદીશ પટેલને શનિવારે રાત્રે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મેયરને પોતાનું ઓક્સિજન લેવલ ઘટ્યું હોવાનું લાગતા મહાવીરમાં દાખલ થયા છે. તેઓને હોસ્પિટલમાં આઇસીયુમાં રાખવામાં આવ્યા છે તેમજ હાલ મેયર જગદીશ પટેલની તબિયત સ્વસ્થ છે. તકેદારીના ભાગ રૂપે હોસ્પિટલમાં દાખલ થયા છે. થોડા દિવસ પહેલા જ સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલને શરદી અને ખાંસી થતા તેઓએ ટેસ્ટ કરાવ્યો હતા. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ એમને ગાઈડલાઈન મુજબ હોમ આઇસોલેટ થવાનું નક્કી કર્યું હતું. તેમનો 24મી નવેમ્બરના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.