સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં ડાયમંડ બિઝનેસમેને નોકરી માટે આવેલી યુવતીને ઠંડાપીણામાં કેફી પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે બિઝનેસમેને અને તેના ડ્રાઇ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત 7મી નવેમ્બરે ડાયમંડ બિઝનેસમેન વસંત પટેલ (રહે.કે બિલ્ડિંગ,13 મો માળ, રીવર વ્યુ હાઈરાઇઝ,મોટા વરાછા)ને પરિચિત યુવતીએ તેની ફ્રેન્ડને નોકરી માટે ફોન કર્યો હતો. આથી વસંત પટેલ પોતાની કાર લઈને તેમને લેવા આવ્યા હતા. તેમજ બંનેને વરાછા મીની બજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસે લઈ ગયા હતા. આ પછી વસંત પટેલે ડ્રાઇવર જયેશ પાસે કોલ્ડ્રિંક્સ મંગાવ્યું હતું.
કોલ્ડડ્રિંક્સ પીધા પછી બંને યુવતીઓ બેભાન થઈ ગઈ હતી. આ પછી બિઝનેસમેને નોકરી માટે આવેલી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીઓ ભાનમાં આવતાં બળાત્કારની જાણ થતાં તેમણે ઝઘડો કર્યો હતો. જોકે, વસંતે આ સમયે તેમને સમજાવીને મૂકી આવ્યો હતો. યુવતીને શંકા હતી કે, તેના પર બળાત્કાર થયો છે. તેના કપડા પર ડાઘ હતા. આ પછી યુવતીએ પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. તેમજ આ પછી વસંત પટેલ અને ડ્રાઇવર જયેશ સામે વરાછા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. હાલ, બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
સુરતઃ બિઝનેસમેને નોકરી માટે આવેલી યુવતીને કોલ્ડ્રિંક્સમાં કેફી પદાર્થ પીવડાવી ગુજાર્યો બળાત્કાર ને પછી...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Nov 2020 12:36 PM (IST)
કોલ્ડડ્રિંક્સ પીધા પછી બંને યુવતીઓ બેભાન થઈ ગઈ હતી. આ પછી બિઝનેસમેને નોકરી માટે આવેલી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીઓ ભાનમાં આવતાં બળાત્કારની જાણ થતાં તેમણે ઝઘડો કર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -