સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં યુવતીએ સવા વર્ષની દીકરી સાથે ઝેર પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. માતા-પુત્રીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘર કંકાસમાં યુવતીએ માસૂમ દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ગત ફેબ્રુઆરી મહિનાથી યુવતી પિયર આવી ગઈ હતી અને પતિ વારંવાર પત્ની અને પુત્રી ને સાસરે તેડવા જતો પણ સાસરિયા પક્ષ અપમાન કરી પરત મોકલતા હતા. પતિ હિતેન્દ્રએ પત્ની સામે પુત્રીની હત્યાનો ગુન્હો નોંધાવ્યો છે. બીજી તરફ પત્ની આરતીએ મોત પહેલા પતિ અને સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી..
આ અંગેની વિગતો એવી છે કે, હિતેન્દ્ર પ્રજાપતિ અને આરતીને લગ્ન પછી સવા વર્ષની દીકરી છે. જોકે, ગત 25મી ફેબ્રુઆરીએ હિતેન્દ્રના સાળા રોહિતના લગ્ન હોય, આરતી પિતાના ઘરે આવી ગઈ હતી. લગ્ન પછી હિતેન્દ્ર આરતીને તેડવા ગયો હતો. જોકે , તેના સાસરીવાળાએ કાઢી મૂક્યો હતો. આ પછી પણ એકવાર વડીલોને લઈ તેડવા ગયો હતો, પરંતુ સાસરીવાળાએ દીકીરને મોકલી નહોતી.
આ પછી ગત ગુરુવારે બપોરે આરતીએ દીકરી નિષ્ઠા સાથે ઝેરી દવા પી લીધું હતું. બંને સારવાર માટે દાખલ કરાય હતા. જ્યાં નિષ્ઠાને મૃત જાહેર કરાઈ હતી. તેમજ આરતીનું ગઈ કાલે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું.
સુરતઃ યુવતીએ 15 મહિનાની માસૂમ દીકરી સાથે ઝેર પીને કરી લીધો આપઘાત, કારણ જાણી ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Nov 2020 10:45 AM (IST)
માતા-પુત્રીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘર કંકાસમાં યુવતીએ માસૂમ દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -