Surat: સુરતમાં પારિવારિક ઝઘડાના કારણે યુવકે સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. યુવકના લગ્નના સાત મહિના જ થયા હતા. ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
જિંદગીથી કંટાળી ગયો છું લખી સોફ્ટવેર ડેવલોપરનો આપઘાત
સુરતના વરાછામાં રહેતા સોફ્ટવેર ડેવલપરે સોશિયલ મીડિયા વોટ્સએપના સ્ટેટસમાં જિંદગીથી કંટાળી ગયો છું તેવું લખી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પુણગામ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી સોસાયટીમાં રહેતો 25 વર્ષીય માનવ ગુજરીયા સોફ્ટવેર ડેવલપરનું કામ કરતો હતો. તેણે ઘરે લોખંડના એંગલ સાથે શાલ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આત્મ હત્યા કરતા પહેલાં તેણે વોટ્સએપ સ્ટેટસમાં હું જિંદગીથી કંટાળી ગયો છું તેમ લખ્યું હતું.
માતાએ દિયર સાથેના પ્રેમસંબંધમાં પુત્રની હત્યા કરી
અંકલેશ્વરના સારંગપુર ગામમાં બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા નીકળ્યા હતા. 8 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તરપ્રદેશ પોલીસમાં ડ્રાઈવર રહેલા કાકાએ પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે તેઓ બીજી હત્યાને અંજામ આપે તે પહેલા ભરૂચ પોલીસે પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના સત્યપ્રકાશ યાદવનો 13 વર્ષીય પુત્ર અઠવાડિયા પહેલા ગુમ થયો હતો. જે અંગે તેની માતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કિશોરની લાશ મળી આવ્યા બાદ હત્યાની કલમ ઉમેરાઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ કરતાં મૃતક છેલ્લે તેના કાકા સાથે જોવા મળ્યો હતો. જેથી પોલીસે કાકા ભગવંતસિંહની પૂછપરછ કરતાં હત્યાનો ખુલાસો થયો હતો. યુપી પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો ભગવતસિંહ અપરણિત છે. તેને કૌટુંબિક ભાઈ સત્યપ્રકાશની પત્ની મમતાદેવી સાથે છેલ્લા આઠ વર્ષથી આડાસંબંધ હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. જેથી તેમણે વકીલની સલાહ લીધી હતી. વકીલે જણાવ્યું કે, છૂટાછેડા કે વિધવા ન થાય ત્યાં સુધી પરિણીતાના અન્ય રજીસ્ટર મેરેજ શક્ય નથી. જોકે મમતાદેવીને પતિ છૂટાછેડા આપે તેમ ન હોવાથી તેણે પ્રેમી સાથે મળી પતિને હટાવવાનું નક્કી કર્યું હતું. આયોજનના ભાગરૂપે તે અંકલેશ્વરમાં પ્રેમિકાના ઘરે રહેવા આવી ગયો હતો. બંનએ પહેલા ક્રિષ્નાને રસ્તામાં હટાવવાનું નક્કી કર્યું હતું. જે મુજબ ભગવંતસિંહ 23 જાન્યુઆરીએ મૃતકને સાયકલ પર બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના કપડાં કાઢી લઈ લાશને પાણીમાં ફેંકી દીધી હતી.