આઇ પ્રોજેકટ અંતર્ગત નવા 1 હજાર કેમેરા, તાપી શુધ્ધીકરણ અને રીવર ફ્રન્ટ ડેવલેપમેન્ટના પ્રોજકટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તાપી નદી પર એક બેરેજ બનાવવાની કામગીરી પણ ચાલુ વર્ષમાં શરૂ કરવામાં આવશે. ફાયરના બજેટમાં બમણો વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં 15 નવા ફાયર સ્ટેશન બનાવવા અને ટ્રેનિગ સેન્ટર બનાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકા એલઇડી સ્ક્રીનો શહેરમાં 50 મુકશે અને તેની જાહેરાત થકી વાર્ષિક 100 કરોડની આવક મેળવવાનું આયોજન કરશે. કમિશ્નરે રેવન્યુ ખર્ચ 3228 કરોડ કરોડ અને રેવન્યુ 3231 કરોડની આવક દર્શાવી હતી.
સુરત શહેરનું પ્રથમ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં કમિશનર બંછાનિધી પાનીએ સુરતને 9.2 ટકાના ગ્રોથ સાથે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ગણાવ્યું હતું. સ્માર્ટ સિટીની થીમ મુખ્ય હોવાથી સ્માર્ટ સિટીમાં બેસ્ટે પર્ફોમન્સના એવોર્ડ મળ્યા હોવાનું જણાવતાં ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.