સુરત: સુરતમાં ત્રીપલ તલાક મામલે મુસ્લિમ મહિલાઓનો વિરોધ પ્રર્દશન કર્યું હતું. મહિલાઓ ઇસ્લામ ધર્મના શરીયત કાનૂનને વળગી રહેવાની માંગ કરી હતી. ત્રીપલ તલાક સમગ્ર દેશમાં ચર્ચા અને વિરોધનો મુદ્દો બન્યો છે, ત્યારે સુરતમાં આ મામલે મુસ્લિમ મહિલાઓએ પોતાની માંગણીઓ રજૂ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધના ભાગરૂપે મહિલાઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તમામ મહિલાઓએ ઇસ્લામ શરીયતના કાનૂનમાં કોઇ પણ ફેરફાર સ્વીકાર્ય નહીં હોવાની માંગ કરી હતી. આ મહિલાઓએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ઓફ ઇંડિયાના સમર્થનમાં આવેદન આપ્યું હતું, અને કેંદ્ર સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા રજૂઆત કરી હતી.