Surat ACB Trap News: ડાયમંડ નગરી સુરતમાં(Diamond city Surat) એસીબીએ (ACB trap) વધુ એક સપાટો બોલાવ્યો હતો. ઉધના ઝોનની (Udhna Zone) અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી SMC ના ક્લાસ 3 બે કર્મચારીઓ (SMC Class 3 employee) ઝડપી પાડ્યા હતા. જીગ્નેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા 35,000ની લાંચ લેતા ઝડપાયા હતા. આ બંનેએ મકાનના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી.

ફરીયાદી : એક જાગૃત નાગરીક

આરોપી : (૧) જીજ્ઞેશકુમાર ચિમનભાઇ પટેલ, કલાર્ક, આકરણી વિભાગ, સુરત મહાનગરપાલિકા, સાઉથ ઝોન-A, ઉધના, સુરત. વર્ગ-૩

(૨) મેહુલકુમાર બાલુભાઇ પટેલ કલાર્ક, આકરણી વિભાગ, સુરત મહાનગરપાલિકા, સાઉથ ઝોન-A, ઉધના, સુરત. વર્ગ-૩

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૩૫,૦૦૦/-

ગુનાનુ સ્થળ : જય બજરંગ પાન એન્ડ ફુલ સેન્ટરની સામે, ખરવર નગર રોકડીયા હનુમાન મંદિરની પાછળ ઉધના કેનાલ રોડ, સુરત

ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદી મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરતા આવ્યા હતા. જે મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોવાથી જે વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી પાસે રૂ.૩૫,૦૦૦ લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી મેહુલ પટેલને મળતા તેણે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. બંને આરોપીઓ સ્થળ પર પકડાયા હતા.
ટ્રેપીંગ અધિકારી : કે.જે.ધડુક, પો.ઇન્સ., સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત




આ ઉપરાંત સુરત જિલ્લા ખાણ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ પૈકી ફલાઈંગ સ્કોડનો એક અધિકારી વતી 2 લાખની લાંચ સ્વીકારતા આજરોજ એક વચેટિયો એસીબીના સકંજામાં આવ્યો હતો ,જોકે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો લાંચીયો અધિકારી એસીબીના હાથે લાગ્યો નથી.જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એસીબી વિભાગના જણાવ્યા અનુસાર એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીએ મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારી આરોપી નરેશભાઈ જાની, હોદ્દો- મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્કોડ, સુરત (ખાણ-ખનીજ વિભાગ) તથા આરોપી  કપીલભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, પ્રજાજન રહે.૪૧,સંસ્કાર વિલા સોસાયટી,સરથાણા,જકાતનાકા, સુરત નાઓએ ફરીયાદી પાસે રૂ.૨,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી બાબતે હેતુલક્ષી વાતચીત કરી હતી.  જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એસીબીનો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી કપીલભાઈ પ્રજાપતિએ મહાદેવ કાર્ટીગ,ગુજરાત એન્ટર પ્રાઈઝ, યોગી ચોક, બી.આર.ટી.એસ. રોડ,જુના સિમાડા પાસે તા.૧૧/૦૬/૨૦૨૪ નારોજ લાંચનાં ૨ લાખ રૂપિયા નાણાં સ્વીકારતા એસીબી સ્ટાફના હાથે ઝડપાઈ ગયો હતો.જોકે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો લાંચીયો અધિકારી મદદનીશ નિયામક નરેશભાઈ જાની એસીબીના હાથે લાગ્યો નથી.જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે