Surat News: ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ ઘણો છે. જેનો લાભ કેટલાક લેભાગુ તત્વો ઉપાડતા હોય છે. સુરતમાં દુબઈ જવાના ચક્કરમાં ઈજનેર સહિત 3 પાસેથી એજન્ટ 15 લાખ લઈ ફરાર થયો હતો. અમરોલીના યુવકને કતારગામના ઠગ એજન્ટનો ભેટો થયો હતો. જે બાદ ઘરે તપાસ કરવા ગયા તો મળ્યો નહી. દુબઈ ફેમિલી સાથે ફરવા જવાના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હતા. એન્જીનીયર સહિત 3 જણા પાસેથી લેભાગુ એજન્ટ 15 લાખની રકમ લઈ ફરાર થયો હતો.


આ રીતે ઠગ એજન્ટનો થયો હતો સંપર્ક


સુરતમાં અમરોલી શિક્ષાપત્રી હાઈટસ બી-203 માં રહેતા 30 વર્ષીય ભૌતિકભાઇ રાજેશકુમાર નારોલા ઉધના મેઈન રોડ લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ બીઆરસી ખાતે મીતુલ ટેક્ષપ્રો નામે જેકાર્ડ મશીન મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવે છે.વર્ષ 2022 માં તેમને થાઈલેન્ડ ફરવા જવાનું હોય તેમણે સાથે કામ કરતા મિત્ર મિતેશ ધામેલીયા મારફતે ટુર ઓપરેટર હેમીન સતિશચંદ્ર તલાટી ( રહે.5, શીવમ એપાર્ટમેન્ટ, ગાંધીચોક, કતારગામ, સુરત) ને તેણે ટુરની સારી વ્યવસ્થા કરી આપી હતી. આથી ફેમિલી સાથે દુબઈ ફરવા જવા માટે પણ ભૌતિકભાઈએ ગત 4 ઓક્ટોબર 2023 ના રોજ તેને વાત કરી રૂ.1.77 લાખ આપતા હેમીને 10 થી 12 દિવસમાં વિઝા આવી જશે તેમ કહ્યું હતું.જોકે, વિઝા આવ્યા નહોતા.


ઘરે જઈ તપાસ કરતાં ફૂટ્યો ભાંડો


આથી ભૌતિકભાઈએ હેમીનને ફોન કરતા તેણે થોડા દિવસમાં વિઝા આવી જશે તેવા વાયદા કર્યા હતા અને બાદમાં 24 નવેમ્બરના રોજ ફોન બંધ કરી દીધો હતો.ભૌતિકભાઈએ હેમીને જે ટિકિટ આપી હતી તે વેબસાઈટ પર ચેક કરી તો ખોટી હતી.તેના ઘરે જઈ તપાસ કરી તો પરિવારે તે ત્રણ દિવસથી ઘરે આવ્યો નથી તેમ જણાવ્યું હતું.હેમીને ભૌતિકભાઈ ઉપરાંત રવીકાંત દિનેશચંદ્ર જરીવાલા પાસેથી ટૂર પેકેજ તેમજ ધંધાના કામે ઉછીના રૂ.8,53,745 લઈ તેમજ પાર્થ વિમલકુમાર કાપડીયા પાસેથી ટૂર પેકેજના રૂ.4 લાખ લઈ ટુરની વ્યવસ્થા કરી નહોતી.કુલ રૂ.14,30,745 ની ઠગાઈ અંગે ભૌતિકભાઈએ કરેલી અરજીના આધારે કતારગામ પોલીસે ગતરોજ હેમીન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ISROનું આજે નવું લોન્ચિંગઃ ‘નૉટી બોય’ રોકેટ શું કરશે કામ, જાણો ક્યાં અને કેવી રીતે જોશો ટેલિકાસ્ટ, 10 પોઈન્ટ્સમાં જાણો દરેક સવાલના જવાબ


માર્કશીટમાં ખોટું છે તમારું નામ તો આ રીતે કરી શકો છો ચેન્જ, જાણો પ્રોસેસ