Surat News: સુરતમાં હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહના કેસને લઈને હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. આજે કોર્ટમાં હાર્દિક પટેલનું ફર્ધર સ્ટેટ મેન્ટ લેવામાં આવ્યું હતું. વધુ સુનાવણી 20 ડિસેમ્બરના રોજ થશે.
શું છે મામલો
સુરત આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું જે વર્ષ 2017 માં યોગીચોકમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના અનુસંધાને એક હતો જેનું આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયો છું, કોર્ટની પ્રર્ક્રિયાનું હમેંશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે આજે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે, કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે.
નકલી ટોલ ટેક્સ, નકલી પીએને લઈ શું કહ્યું
હાલમાં નકલી પીએ કે આગેવાનો સહિતના જે કેસો રાજ્યમાં સામે આવ્યા છે તે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું માનું છું કે આવું ન થવું જોઈએ,આવા ગુનેગારો વિરુદ્ધ કાયદો કાયદાનું કામ કરશે. જયારે નકલી ટોલ ટેક્સને લઈને જણાવ્યું હતું કે તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાના કલેકટર અને જિલ્લા એસપી કરી રહ્યા છે.
કલમ 377ને લઈ કરી આ વાત
વધુમાં જણાવ્યું હતું કે સૌ માટે ખુશીનો વિષય છે કે 377ની જે કલમ હટાવવામાં આવી છે તેના કારણે પુરા જમ્મુ કશ્મીરમાં શાંતિ કાયમ થઇ છે, તો સ્વાભાવિક રૂપથી ઘણા બધા લોકોને થપ્પડ પડી છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે, હર કોઈ વિરોધ કરતા હતા કે કશ્મીરમાં 377 ના હટી શકે, રામ મંદિર ન બની શકે, તો આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે.
કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પાસેથી 300 કરોડથી વધુ રોકડા મળવાને લઈ હાર્દિક પટેલે કરેલું ટ્વિટ