Surat : સુરતના ઓલપાડમાં એક રહેણાંક સોસાયટીમાં રાતોરાત ચર્ચ બનવવામાં આવ્યું છે જેને લઈને હિન્દૂ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઓલપાડ તાલુકા મથકની મુરલી લેક સીટીનામની સોસાયટીમાં ચર્ચ બનાવી દેવતા સ્થાનિકોનો વિરોધ બાદ હિંદૂ સંગઠનો રોડ પર ઉતર્યા હતા. હિન્દૂ સંગઠનોએ ઓલપાડ બજારમાં રેલી કાઢી ઓલપાડ મામલતદારને આવેદન આપવામાં આવ્યું. જો ચર્ચ નહી હટાવવામાં આવે તો આવનારા દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ હિન્દૂ સંગઠનોએ ઉચ્ચારી છે.
સોસાયટીના લોકોની જાણ બહાર રાતોરાત ચર્ચ બનાવી દેવામાં આવ્યું
ઓલપાડ તાલુકા મથક ખાતે આવેલી મુરલી લેક સોસાયટી ખાતે સોસાયટીના રહીશોની જાણ બહાર જ છેલ્લા કેટલા દિવસથી ખ્રિસ્તી લોકો દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિ કરાઈ રહી હતી. ગઈકાલે 26 જૂને અચાનક જ સોસાયટીના સંયુક્ત બે મકાનમાં ચર્ચ શરુ કરી દેવામાં આવ્યું હતું. ગઈકાલે આશરે 300 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો તેમજ પાદરીઓ આવ્યા હતા અને મંડપ બાંધી ધામધૂમથી ચર્ચ શરુ કરવામ આવ્યું હતું. જોકે સ્થાનિકોને જાણ થતાજ ગઈકાલથી સમગ્ર વિવાદ શરુ થયો હતો.
હિન્દૂ સંગઠનોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
જોકે સ્થાનિકોનો વિરોધ થતા અને સોસાયટીમાં ચર્ચ શરુ થયાની વાત વેહતી થતા હિન્દૂ સંગઠનો ગઈકાલથી જ એક્શનમાં આવી ગયા હતા અને આજરોજ ઓલપાડ મુખ્ય બજારથી લઇ મામલતદાર કચેરી સુધી જય શ્રીરામના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી તેમજ મામલતદાર કચેરી ખાતે પહોચી મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું હતું.
સોસાયટીમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનું એક પણ ઘર નથી
એક પણ ઘરમહત્વનું છે કે જ્યાં આ ચર્ચ બનાવવામાં આવ્યું છે એ મુરલી લેક સોસાયટીમાં એક પણ ઘર ખ્રીસ્તી ધર્મના નથી તેમજ રેસીડેન્સ સોસાયટીમાં ચર્ચકઈ રીતે બનાવી શકે એવા આક્ષેપ હિન્દૂ સંગઠનો દ્વારા કરવામાં આવ્યા હતા.
ચર્ચાના નામે ધર્માંતરણની આશંકા
હિન્દૂ સંગઠન દ્વારા એવી પણ આશંકા સેવવામાં આવી હતી કે ચર્ચના નામે અહિયાં ધર્માંતરણની પ્રવૃત્તિ પણ થઇ શકે છે જેથી કરીને આ સોસાયટીમાં ચર્ચ બંધ કરવામાં આવે નહી તો હિન્દૂ સંગઠનો દ્વારા જલદ આંદોલન પણ કરવામાં આવશે એવી પણ ચીમકી આપવામાં આવી છે.