Surat News: સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરત આવી રહ્યા છે.  ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે.ઉપરાંત, સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.


કોણે અને કેમ બનાવી છે આ પ્રતિકૃતિ


સુરત હીરા બુર્સની હૂબહૂ પ્રતિકૃતિ બનાવાઈ છે. હીરા, સોનું અને ચાંદી વડે બની 2 કિલોની સુરત બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સુરત શહેરના જ્વેલરી ઉત્પાદક ફ્લોરા જ્વેલર્સ એ  આ પ્રતિકૃતિ  બનાવી છે. હીરાબુર્સ એક આઈકોનિક બિલ્ડિંગ છે, જેથી આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેના દ્વારા એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાશે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે.


સુરત ખાતે પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગતની તૈયારી


સુરત ખાતે પ્રધાનમંત્રીનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વિવિધ 6 પોઈન્ટ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરાશે. 5 હજાર જેટલા કાર્યકરો પીએમનું સ્વાગત કરશે. આ માટે ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપાઈ છે. ઓએનજીસી બ્રિજ - ઓ.પી ફાર્મની સામે - મનભરી ફાર્મ - રોડ મટીરીયલ ડેપો - ડાલમિયા ફાર્મ - સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પીએમનું  સ્વાગત કરાશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે.


વડાપ્રધાનની સુરત મુલાકાતને પગલે સુરત શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમની સુરક્ષા વ્યવસ્થામાં શહેર પોલીસના ટોચના અધિકારીઓ ઉપરાંત 3000 પોલીસ જવાનો, 1800 હોમગાર્ડના જવાનો, 550 ટીઆરબીના જવાનો મળી કુલ 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે.વડાપ્રધાનના બંદોબસ્તના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.એક કાર્યક્રમ સુરત એરપોર્ટ ખાતે જ હોય સુરક્ષા વ્યવસ્થાને લીધે એરપોર્ટ જતા મુસાફરોને અગવડતા નહીં પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન સાધવામાં આવશે.ઉપરાંત, જીવનજરુરીયાતના વાહનોને અગવડતા નહીં પડે તે માટે પણ ટ્રાફિક પોલીસ સંકલન કરાશે. સુરત શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરી અસામાજીક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.


વિઝાનું કામ કરતી ઓફિસમાં દરોડા, મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા


આજનથી ધનુર્માસ, જાણો કેમ માનવામાં આવે છે અશુભ?