Surat New: સુરતમાં કચરો કરવા વાળાએ ચેતવાની જરૂર છે. પાલિકા એક્શન મોડમાં આવી છે. વરાછા બાદ લીંબાયતમાં પણ ફટાકડાના કચરા બાબતે દંડ ફટકારવામાં આવ્યો છે. લીંબાયતમાં ૨૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. લીંબાયત દરગાહના કાર્યક્રમમાં ૨૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. દરગાહના કાર્યક્રમમાં ફટાકડા ફોડ્યા બાદ કચરો રસ્તા પર દેખાતા લીંબાયત ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલા પ્રથમ વખત પાલિકા દ્વારા અનોખો દંડ ફટકરવામાં આવ્યો હતો. વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા 5,000 નો દંડ કરવામાં આવ્યો હતો. જે વ્યક્તિનો વરઘોડો હતો તેને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે રાખ્યું હતું. પરંતુ રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો. વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકવામાં આવ્યો તે બદલ પાલિકાના આરોગ્ય વિભાગે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે તે સુરતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સુરતને સ્વચ્છ રાખવા અને લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ઈન્દોર સાથે સુરત પણ ભારતનું સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું છે. ત્યારબાદ નંબર 1 યથાવત રાખવા માટે સુરત પાલિકા આયોજન કરી રહી છે. તેમાં સુરતીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટેના પ્રયાસ શરૂ થઈ રહ્યા છે. જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂંકનારા પાસે પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
દંડની રસીદ સોશિયલ મીડિયામાં વાયરલ
જોકે, ગત 2 તારીખે સુરત પાલિકાના વરાછા ઝોનમાં ઉમિયા માતાના મંદિર નજીક વૈશાલી રોડ પર એક પરિવાર દ્વારા લગ્નના વરઘોડામાં ડી.જે. સાથે યાત્રા કાઢવામાં આવી હતી. તે દરમિયાન જાહેર રોડ પર કચરો ફેંકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફટાકડાનો પણ કચરો હતો તેના કારણે આરોગ્ય વિભાગે જાહેરમાં ગંદકી કરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. પાંચ હજાર રૂપિયા દંડ સાથેની રસીદ સોશિયલ મીડિયા પર ફરી રહી છે તેની પર અનેક કોમેન્ટ થઈ રહી છે તેથી તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.