Latest Surat News: સુરતમાં બિન હથીયારી 41 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર સુરત કમિશ્નર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. એસ.આર.વેકરીયાના II PI પુણા પોલીસ સ્ટેશનથી સારોલી પોલીસ સ્ટેશન, એચ.એસ.આચાર્યની ટ્રાફિક શાખાથી ગોડાદરા પોલીસ સ્ટેશન, એચ.એમ. ચૌહાણની ટ્રાફિક શાખાથી મહિધરપુરા પોલીસ સ્ટેશન, કે. ડી. જાડેજાની લીવ રિઝર્વ કંટ્રોલથી સલાબતપુરા પોલીસ સ્ટેશન, એન. એમ. ચૌધરીની ટ્રાફિક શાખાથી લાલગેટ પોલીસ સ્ટેશન, વાય.બી. ગોહિલની વિશેષ શાખાથી સીંગણપોર પોલીસ સ્ટેશન, જી.એમ. હડીયાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનથી અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન, જે. આઈ. પટેલની ટ્રાફિક શાખાથી વેસુ પોલીસ સ્ટેશન, બી. આર. રબારીની સલાબતપુરા પોલીસ સ્ટેશનથી ખટોદરા પોલીસ સ્ટેશન, એન. એચ. બ્રહ્મભટ્ટની વિશેષશાખાથી અલથાણ પોલીસ સ્ટેશન, એચ.એમ.ગઢવીની ભેસ્તાન પોલીસ સ્ટેશનથી પાંડેસરા પોલીસ સ્ટેશન બદલી કરવામાં આવી છે.




આ ઉપરાંત પી.એન. વાઘેલાની લીવ રિઝર્વ કંટ્રોલથી સચીન પોલીસ સ્ટેશન, એમ.ઝેડ.પટેલની કંટ્રોલ રૂમથી ઉત્રાણ પોલીસ સ્ટેશન, આર.જે.ચૌધરીની લીવ રિઝર્વ કંટ્રોલથી રાંદેર પોલીસ સ્ટેશન, ડી.જી.રબારીની અઠવા પોલીસ સ્ટેશનથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન, વી.એલ.પરમારની એરપોર્ટ ઈમિગ્રેશનથી હજીરા પોલીસ સ્ટેશન, એન.વી.ભરવાડની એરપોર્ટ ઈમિગ્રેશનથી ડુમસ પોલીસ સ્ટેશન, વી.એલ.પટેલની લીવ રિઝર્વ કંટ્રોલથી ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.