Surat News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ગરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને છેલ્લે જામનગરમાં એમ સતત ચાર જાહેર સભાને સંબોધી હતી. આજે કોંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ભરૂચ સીટ પર પ્રચારને લઈ મોટું નિવેદન આપ્યું હતું.


હું એક મહિનાથી ભરૂચ ગઈ નથીઃ મુમતાઝ પટેલ


તેમણે કહ્યું, મે ભરૂચ માટે પ્રચાર કર્યો નથી. પહેલીવાર એવું થશે કે કોંગ્રેસ માટે વોટ કરવા નહીં મળે. કોંગ્રેસે આ સીટ પર લડવાનું હતું પણ તે બાબતે દુઃખ છે. મને ચૈતર વસાવાએ પ્રચાર માટે બોલાવ્યા નથી અને હું ગઈ પણ નથી. ચૈતર વસાવાએ મારું સમર્થન માંગ્યું નથી, કદાચ તેમને જરૂર નથી. હું એક મહિનાથી ભરૂચ ગઈ નથી.


મહાત્મા ગાંધી તેમની જગ્યાએ અને રાહુલ ગાંધી તેમની જગ્યાએઃ મુમતાઝ પટેલ


કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસ પર નિવેદન આપતાં કહ્યું, ચૂંટણીના નિવેદનોમાં જોઈ વિચારીને નિવેદનો આપવા જોઈએ. મહાત્મા ગાંધી દુનિયાના નેતા છે અને રાહુલ ગાંધી દેશના નેતા છે. મહાત્મા ગાંધી તેમની જગ્યાએ અને રાહુલ ગાંધી તેમની જગ્યાએ છે. 






મનસુખ વસાવાનાં નિવેદન પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે. ચૈતર વસાવાએ કહ્યું કે, કૂતરું બિલાડુ લાવવાનું કામ મનસુખ વસાવા કરે છે. હવે ચૂંટણી નજીક આવી છે ત્યારે મજેદાર નિવેદનો મનસુખ વસાવા કરશે. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 5 વાર ચૈતર વસાવાનું નામ લે તે જ ચૈતર વસાવાનો ડર બતાવે છે. ગૃહમંત્રી અમિત શાહ એ અર્બન નકસલી મને કહ્યો હતો તો. આદિવાસીઓની જંગલ જમીન માટે અમે લડીએ છે એટલે અમને નકસલી કહે છે જેનો જવાબ આદિવાસી સમાજ ચૂંટણીમાં આપશે. મુમતાઝ પટેલ અને ફૈઝાન પટેલ બાબતે ચૈતર વસાવાએ કહ્યું કે આ બંને જણ પણ હવે આવનારા દિવસોમાં પ્રચારમાં જોડાશે. ક્ષત્રિય સમાજનો વિરોધ બાબતે ચૈતર વસાવાએ કહ્યું કે મજબૂત ઉમેદવાર તરીકે મને ક્ષત્રિય સમાજ જોઈ રહ્યું છે. ભાજપ ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગયુ છે. હવે હિન્દૂ મુસ્લિમનાં મુદ્દાઓ પર પણ ભાજપ આવશે. આપ આદિવાસી વિરોધી નથી ભાજપ આદિવાસી વિરોધી છે. અમારા આદિવાસી મુખ્યમંત્રી હેમંત શોરેનને પણ ભાજપે જ જેલમાં ધકેલ્યા છે.