Surat News: સુરતમાં ફરી એકવાર અશ્લીલને લગતો કેસ સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીને એક યુવક દ્વારા વારંવાર અશ્લીલ ઇશારા કરીને હેરનગતિ કરવાનો કેસ શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, હાલમા પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  


મળતી માહિતી પ્રમાણે, સુરતના લિંબાયત વિસ્તારમાં એક ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અઘટિત ઘટના ઘટી છે, જ્યારે વિદ્યાર્થિની પોતાના ઘરે કપડાં ધોઇ રહી હતી તે સમયે મુસ્લિમ યુવકે તેને અશ્લીલ ઇશારા કરીને તેની પાસે અશ્લીલ ઇશારા કર્યા હતા, આ 26 વર્ષીય મુસ્લિમ યુવકનું નામ મોહમંદ સમિજુલ આસિનખાન છે. 


સુરતના લિંબાયતમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થિની સામે આ મુસ્લિમ યુવક વાંરવાર અશ્લીલ ઇશારા કરીને અઘટિત માંગણી કરતો હતો, આ યુવક વિદ્યાર્થિનીની નજીક જ રહે છે અને જ્યારે વિદ્યાર્થિની તેના ઘર પાસે કપડાં ધોઇ રહી હતી ત્યારે પણ સમિજુલ નામનો આ યુવક બિભત્સ ઇશારા કરતો હતો, જોકે, અવાર નવાર આવી હરકત કરતો હોવાથી વિદ્યાર્થિનીને પોતાના પરિવારજનોને આ વાતની જાણ કરી હતી. બાદમાં પોતાનો ભાંડો ફૂટી ગયાની જાણ થતાં જ સમીજુલ ત્યાંથી નાસી છુટ્યો હતો. આ આ સમગ્ર મામલો બાદમાં લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં આરોપી મુસ્લિમ યુવક વિરુદ્ધ પોલીસે છેડતી અને પૉક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને નાસતા ફરતાં ૨૬ વર્ષિય આરોપી મોહમંદ સમિજુલ આસિનખાનને ઝડપી લીધો હતો. 


ઘોર કળિયુગ! સુરતમાં ઘરે રહેવા આવેલી સંબંધીની 7 વર્ષની બાળકી પર નરાધમે વારંવાર ગુજાર્યો બળાત્કાર


સુરતમાં બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકીના નજીકના વ્યક્તિએ જ માસુમને હવશનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે. સચીન નવસારી મેઇન રોડ વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષીય નરાધમે છેલ્લા બે માસથી રાત્રીના સુમારે તેના ઘરે રહેવા માટે આવેલ દુરના સંબંધીની સાત વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કાર કરતો હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.


સચીન નવસારી રોડ પાલ્મમેરા ખાતે રહેતા મોહમદ અનવરહુસૈન મોહમંદ યાસીન શેખએ સાત વર્ષની માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. છેલ્લા બે મહિનાથી મોહમદ અનવરહુસૈન રોજ રાત્રીના સુમારે બાળકીને તેની હવસનો શિકાર બનાવતો હતો. બનાવ અંગે બાળકીએ તેના બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોને વાત કર્યા બાદ આખો મામલો બહાર આવતા પોલીસે ગુનો દાખલ કરી નરાધમ મોહમદ અનવરહુસૈન યાસીન શેખ સામે ગુનો નોધી ધરપકડ કરી છે. 


વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નરાધમ મોહમદ અનવરહુસૈન શેખ લુમ્સના ખાતામાં નોકરી કરે છે અને ત્રણ છોકરાઓ પૈકી એક છોકરાના લગન થઇ ગયા છે. ભોગ બનનાર બાળકી તેની સંબંધીની જ છોકરી છે તેઓ આસામ રહેતા હોવાથી બાળકીને મોહમદ અનવરહુસેનના ઘરે એક વર્ષથી રહેવા માટે મુકી ગયા હતા. બાળકી મદરેસામાં અભ્યાસ કરે છે. પોલીસે મોહમદ અનવરહુસૈનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સુરતમાં લવ  જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બારમાં ધોરણમાં ભણતી સગીરાને  હોટેલમાં લઇ જઇને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. વિધર્મી યુવકે સગીરને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદ તેનું શારિરીક શોષણ કર્યાંની ફરિયાદ પીડિતાની માતાએ કરી છે.


સુરતના  ઉમરા વિસ્તાર બાદ આજે  વેસુ વિસ્તારમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. વેસુની સગીરાની સાથે  ઘોડદોડ રોડનાં યુવકે દુષ્કર્મ આચર્યાની   ફરિયાદ નોંધાઇ છે. પીડિતાની માતાની ફરિયાદ બાદ આરોપી  યુવક અશદ અલ્તાફ વિરાણીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પીડિતાની માતાની ફરિયાદ મુજબ બારમાં ધોરણમાં અભ્યાસ કરતી આ કિશોરીને  પહેલા મિત્રતા કરીને તેમને પ્રેમજાળમાં ફસાવી હતી બાદ તેમને ડુમસ હોટેલ લઇ જઇને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી દીકરી ફોનમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાને શંકા જતાં તેમણે મોબાઇલ ચેક કર્યો હતો. જો કે મોબાઇલ ચેક કરતા બંનેના અશ્વિલલ ફોટો અને વીડિયો મળતા માતાના પગ તળેથી જમીન ખસી ગઇને તેમણે આરોપી યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને સઘન પૂછપરછ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.