In Photos: તસવીરોમાં જુઓ સુરત ડાયમંડ બુર્સનો અદભૂત નજારો
વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાના પેન્ટાગોનમાં છે, જે 65 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે, પરંતુ આજથી આ સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન સુરતનું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ લઈ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. રૂ.3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ 1.5 લાખ લોકોને રોજગારી મળશે
બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. જ્યાં 67,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે.
બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે.
અહી દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.
image 6સુરત અને મુંબઇના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા 4 હજારથી વધુ વેપારીઓએ સાથે મળીને આ ડાયમંડ બુર્સનું સ્વપ્ન સાકાર કર્યું છે.