Surat News: સુરત ડાયમંડ ઉદ્યોગમાં (surat diamond industry) મંદીનો માહોલ (slow down situation) છે, જેના કારણે રત્ન કલાકારોને 20 દિવસનું વેકેશન (vacation) આપવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના (Russia Ukraine war) કારણે હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે. એક્સપોર્ટ પણ ઘટી રહ્યું છે, અમેરિકામાં ખરીદી ઘટી રહી છે. આ ઉપરાંત ચાઇનામાં પણ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે. દિવાળી (Diwali 2024) સુધી મંદી રહેવાની શક્યતા છે, જેને લઈ રત્નકલાકારોની હાલત કફોડી બની છે.


હીરા ઉદ્યોગમાં છેલ્લાં કેટલાંક સમયથી મંદીનું વાતાવરણ ઘેરાયેલું છે અને આ મંદી દિવાળી સુધી નહીં સુધરે એવું મંતવ્ય ઉદ્યોગના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આવા કપરા સમયે હીરા ઉદ્યોગના કારખાનેદારો, દલાલો સહિત ખાસ કરીને રત્નકલાકારોએ પરિસ્થિતિ મુજબ જીવનનિર્વાહ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.


હીરા ઉદ્યોગમાં કેમ છે મંદી

હીરા ઉદ્યોગના અગ્રણી અને GJEPC ના પૂર્વ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકા, યુરોપ સહિત અન્ય દેશોમાં પોલીશ્ડ ડાયમંડની માગ નથી. જેના કારણે સુરતનો હીરાઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. વિદેશમાં જો પોલીશ્ડ ડાયમંડની માગ નીકળે તો જ સ્થાનિક સ્તરે હીરાઉદ્યોગની સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા છે, પરંતુ આગામી દિવાળી સુધી વિદેશમાં પોલીશ્ડ ડાયમંડની માગ રહેવાની શક્યતા ઓછી વર્તાઇ રહી છે જેથી સુરતના હીરાઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જળવાયેલું રહે એવા સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે.

હીરા ઉદ્યોગની મંદીના કારણે સુરતના નાના-મોટા હીરા કારખાનેદારો, હીરા દલાલો તથા ખાસ કરીને રત્નકલાકારોએ મંદીને અનુરૂપ વ્યવસ્થા પ્રમાણે ચાલવાનું સૂચન કરાયું છે. જેમાં ખાસ કરીને જીવન પદ્ધતિ પણ પરિસ્થિતિ મુજબ, રાખવામાં આવે તો પરિવારની મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને મંદીમાંથી બહાર ભવિષ્યમાં આવી શકાશે.વિદેશોમાં પોલીશ્ડ ડાયમંડની માગના અભાવે સ્થાનિક સ્તરે મંદીના વમળો સર્જાયા છે .જેથી દલાલો- રત્ન કલાકારોએ પરિસ્થિતિ મુજબ જીવનનિર્વાહની વ્યવસ્થા ગોઠવવા દિનેશ નાવડિયાની અપીલ કરી છે.