Surat News:  સુરતમાં અચાનક બેહોશ થઈ ગયા બાદ મોતનો સિલસિલો યથાવત છે. પાંડેસરા વિસ્તારમાં યુવક નું અચાનક બેહોશ થઇ જતા મોત થયું હતું. પાંડેસરાના ગીતા નગરમાં રહેતા 30 વર્ષીય વિરલ રાઠોડનું મોત થયું હતું. પરિવાજનોએ હાર્ટ અટેક ની આશંકા વ્યક્ત કરી હતી. જો કે ડૉકટરે કે પીએમ રિપોર્ટરમાં હજુ મોતનું ચોકક્સ કારણ બહાર નથી આવ્યું.


ઘરે આરામ કરતી વખતે થઈ ગયો બેહોશ

વિરલ રાઠોડ ઘરે આરામ કરી રહ્યા હતો ત્યારે રાત્રે બેહોશ થઇ ગયા હતા. વિરલને સારવાર અર્થે 108 મારફત નવી સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જેને લઈ પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

 થોડા દિવસ પહેલા સુરતના પુણાગામ માં સરકારી સ્કૂલ પાસે મીરા અંબિકા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય જીગ્નેશ વ્રજલાલભાઈ પટેલ ઘરમાં અચાનક છાતીમાં દુઃખાવો પડયો હતો. બાદમાં તે બેભાન થઈ જતા તરત સારવાર માટે નવી સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવવામાં લિંબાયતમાં મીઠીખાડી પાસે ડુંભાલ ટેનામેન્ટમા રહેતો 40 વર્ષીય રામકૃષ્ણ સૈમયા બિટલાને પણ છાતીમાં દુઃખાવો ઉપાડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં પુણાગામમાં હસ્તીનાપુર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય દર્શન રસીક વાઘેલા ડીંડોલીમાં સાંઇપોઇન્ટ ખાતે આવેલા સાસરીયામાં ગયો હતો. ત્યાં તેને અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.


હાર્ટ એટેક શું છે


હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.


સવારે ખાલી પેટે લસણ ખાવું છે ફાયદાકારક, પરંતુ તેને ખાવાની રીત છે એકદમ અલગ, આ રીતે ખાવ