Surat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ અને નાસાખોરીનું પ્રમાણ વધ્યુ છે. SOG અને પોલીસની ટીમ દ્વારા ઠેર ઠેર દરોડા પાડીને ડ્રગ્સ પેડલરોને દબોચવામાં આવી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે સુરતમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. સુરતમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવતા અટકાવવા માટે શહેરમાં આજે 'Say No To Drugs'નું આયોજન કરવામાં આવ્યુ હતુ. 




ડ્રગ્સ અને નાશાખોરી સામે લોકોને જાગૃતિ કરવા માટે શહેરમાં 'Say No To Drugs' રેલીનો શાળા કક્ષાએ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન આજે રેલમાં શાળાના બાળકોએ હોંશભેર ભાગ લઇને 'Say No To Drugs'ને સફળ બનાવી હતી. આ રેલીમાં ગુજરાત નાર્કોટિક્સ વિભાગના ડિરેક્ટર અને સુરત પોલીસ કમિશનર પણ જોડાયા હતા. બાળકો દ્વારા 'Say No To Drugs' રેલીને શહેરના કારગિલ ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ જોડાયા હતા. 


સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જાહેર મંચ પરથી ચીમકી


સુરતમાં એક જાહેર મંચ પરથી પીઆઇએ ખુલ્લેઆમ ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે, ખરેખરમાં, સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જાહેર મંચ પરથી ચીમકી આપતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ ડ્રગ્સ પેડલરો કો નહીં છોડુંગા'.વાત એમ છે કે, સુરતમાં શનિવારે મુસ્લિમ બિરાદરોનો એક કાર્યક્રમ યોજાયો હતો, આ દરમિયાન આમાં સામેલ થયેલા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ અતુલ સોનારા ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલરોને લઇને ચિંતિત હતા, અને તેમને મુસ્લિમોના આ કાર્યક્રમમાં મંચ પરથી ચિમકી ઉચ્ચારતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ, ભગવાન કી કસમ ડ્રગ પેડલરો કો નહીં છોડુંગા'. આ કાર્યક્રમ સુરતમાં સુલતાનિયા જિમ ખાનામાં મૉટીવેશનલ સ્પીકરનો હતો. પીઆઇ અતુલ સોનારાએ જાહેરમાં ડ્રગ્સ પેડલરોને ચિમકી આપી હતી તેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


સુરતમાં યુવાધન નશાના રવાડે ચડ્યું, ચાલુ સીટી બસમાં યુવકો નશો કરતાં જોવા મળ્યાં, વીડિયો વાયરલ


ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાયાની ઘટના સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે હવે સુરતમાંથી યુવાધન નશાના રવાડે ચડ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચાલુ સીટી બસમાં યુવાધન નશો કરતા જોવા મળ્યા છે. સોસીયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં કિશોર સહિત બે શખ્સો નશીલા પદાર્થનું કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મનપા સંચાલિત બ્લ્યુ સીટી બસમાં નશો કરતા યુવાનો મોબાઈલમાં કેદ થઈ ગયા છે. બસમાં સવાર અન્ય મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું માલુમ પડે છે. સુરતમાં સોશીયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં સગીર સહિત બંને શખ્સો ફેવી બોન્ડનો નશો કરતા હોવાનું અનુમાન છે. શહેરમાં યુવાપેઢી નશાના રવાડે ચઢી છે ત્યારે આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય છે.