સુરતઃ શહેરના કીમ ચાર રસ્તા પર સવારે એવી ઘટના બની છે, જે વાંચીને તમે ચોંકી જશો. અહીં આવેલી દુકાન પર 4થી 5 મહિલાઓ ભીખ માંગવા માટે આવી હતી. જનતા એન્જીનીયરિંગ નામની હાર્ડવેરની દુકાનની ઓફિસમાં મહિલાઓ ભીખ માંગવા ઘૂસી આવી હતી. આ પછી એવું કામ કર્યું હતું કે, તમે ચોંકી જશો.
વાત એવી છે કે, જનતા એન્જીનીયરીંગ નામની હાર્ડવેર ની દુકાનની ઓફિસમાં ઘૂસી આવેલી આ મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી 5 લાખથી વધુની રોકડ અને દસ્તાવેજો ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી. બાજુની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં ચોર ટોળકી કેદ થઈ છે. 5 પૈકીની એક મહિલા બેગ લઈ જઈ રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કીમ ચાર રસ્તા વિસ્તારમાં છાશવારે આવી ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા પણ કોકાકોલાના ડિસ્ટ્રીબ્યુટરના સેલ્સ મેનનો થેલો આંચકી 5 લાખની ચિલઝડપ થઈ હતી. પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.