PM Modi in Surat : વડાપ્રધાન મોદીએ સુરત ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ધાટન, દોઢ લાખ લોકોને મળશે રોજગારી

surat: સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે

gujarati.abplive.com Last Updated: 17 Dec 2023 01:12 PM
ગુજરાતમાં હવે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે

લોકોને સંબોધતા સુરત પાસે ઈતિહાસનો અનુભવ છે. સુરતમાં કામમાં લોચો મારે નહી, ખાવામાં લોચો છોડે નહી. આ ડાયમંડની ચમક સામે દુનિયાની મોટી ઈમારતોની ચમક ફિક્કી છે. ડાયમંડ બુર્સનું નામ લેવાશે ત્યાં સુરત, ભારતનું નામ આવશે જ. આ બિલ્ડીંગ નવા સંકલ્પનું પ્રતિક છે. આજે સુરતના લોકો, વેપારીઓને વધુ બે ભેટ મળી છે. આજે સુરત એયરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ થયું છે. આજે સુરત એયરપોર્ટને આંતરરાષ્ટ્રીય એયરપોર્ટનો દરજ્જો મળ્યો છે. સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂરી થઈ છે. પહેલા સુરત એરપોર્ટ બસ સ્ટેશન જેવું લાગતુ હતુ. સુરતથી દુબઈ ફ્લાઈટ આજથી શરૂ થશે. ગુજરાતમાં હવે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કારણે દરેક ક્ષેત્રને ફાયદો થશે.


 

સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાને ઉદ્ધાટન કર્યું

દોઢ લાખ લોકોને રોજગારી મળશે

મળતી માહિતી મુજબ સુરત ડાયમંડ બુર્સ 3400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઈમારત 35.54 એકર વિસ્તારમાં બનેલી છે. આ સ્થાન ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ માટે વૈશ્વિક કેન્દ્ર બન્યું. આ બિલ્ડિંગમાં ઓફિસ શરૂ થયા બાદ 1.5 લાખ લોકોને રોજગારીની તકો ઉભી થશે. ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ પીએમ મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમની મુલાકાત દરમિયાન PMએ ગુજરાતના લોકોને યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટની ઓફિસ પેન્ટાગોન કરતા પણ મોટી 'સુરત ડાયમંડ બોર્સ'ની ભેટ આપી છે.


 





પીએમ મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું

PM નરેન્દ્ર મોદીએ સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ હબ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. આ એક્સચેન્જમાં આયાત-નિકાસ માટે અત્યાધુનિક 'કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ', રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ સુવિધાઓનો સમાવેશ થશે.





સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ધાટન

રોડ શોમાં PM મોદીનું સ્વાગત

સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યા બાદ PM નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા માટે  થઈ રહ્યા છે. રસ્તામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

PM મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું

PM નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતું. બાદમાં વડાપ્રધાન મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે. જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ કહેવાય છે. પીએમ મોદી સુરત એરપોર્ટથી રોડ માર્ગે ડાયમંડ બુર્સ જઈ રહ્યા છે. રસ્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી 6 જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.





વડાપ્રધાન મોદી રોડ શો કરશે

વડાપ્રધાન મોદીએ સુરતના એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતુ. વડાપ્રધાન મોદી બાદમાં પાંચ કિલોમીટર લાંબો રોડ શો કરશે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે નાના બાળકોથી લઈને વૃદ્ધો પહોંચ્યા હતા. ફક્ત સુરત જ નહીં, અમદાવાદ, વડોદરાથી પણ લોકો સુરત પહોંચ્યા હતા.





વડાપ્રધાન મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા

હજારોની સંખ્યામા લોકો પીએમ મોદીનું સ્વાગત કરશે

પીએમના સ્વાગત માટે 6થી વધુ સ્વાગત પોઇન્ટ બનાવાયા છે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે. સાથે જ વિદેશમાંથી પણ લોકો હાજર રહેશે. 3400 કરોડના ડાયમંડ બુર્સને વર્ષે 4 લાખ કરોડના વેપારની ધારણા છે. ડાયમંડ બુર્સની બિલ્ડીંગમાં 4500થી વધુ ઓફિસો આવેલી છે. સાથે જ ડાયમંડ બુર્સથી દોઢ લાખ લોકોને રોજગારી મળશે. ડાયમંડ બુર્સની 67 હજાર લોકો કામ કરી શકે એટલી ક્ષમતા છે. ઈમ્પોર્ટ એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની પણ સુવિધા છે અને સંકુલમાં 11 હજાર ટુવ્હીલર અને 5100 ફોર વ્હીલર પાર્કની વ્યવસ્થા છે. તો સેફ્ટી માટે 4 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે. ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, MSMEને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડીંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે.  ૧૭૫ દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ પોણા અગિયાર વાગ્યે સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડિંગમાં પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવાની ક્ષમતા છે અને પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે, જે વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતાને 55 લાખ પેસેન્જર્સ સુધી લઈ જાય છે.





સુરત ડાયમંડ બુર્સ દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વના સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ હબ 'સુરત ડાયમંડ બુર્સ'નું ઉદ્ઘાટન કરશે. 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીન પર બનેલ સુરત ડાયમંડ બુર્સ (SDB) રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે.


પીએમ સુરત ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કરશે. તેમાંથી બનેલા હીરા અને જ્વેલરીના વેપાર માટે આ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. ડાયમંડ બુર્સમા આયાત અને નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ સુવિધાઓ છે.

બ્રેકગ્રાઉન્ડ

surat:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 17મીએ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થશે.


સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨ થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે. 


સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનાપૂરાણા ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયુ છે. 
   
એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેકનું બાંધકામ કરવામાં છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે. સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં ૮૪૭૪ ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ ૧૭,૦૪૬ ચોરસ મીટર છે. જેથી ૧૭મીએ વડાપ્રધાનના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર ૨૫,૫૨૦ ચો.મી. થઈ જશે. 


નોંધનીય છે કે, સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.