સુરતના સરથાણામાં જીપના બોનેટ પર ચઢી સ્ટંટ કરનારા બે સગીરની પોલીસે અટકાયત કરી હતી. મળતી જાણકારી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં જીપના બોનેટ પર ચડી સગીરે સ્ટંટ કરીને જીવ જોખમમાં મુક્યો હતો. ત્રણ મહિના પહેલાનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સ્ટંટબાજ સગીરોની અટકાયત કરી હતી.
મળતી જાણકારી અનુસાર, સરથાણામાં નવજીવન હોટલ પાસે પેન્ટા સ્કાય બિલ્ડિંગ પાસે એક જીપના બોનેટ પર ચઢી એક સગીર સ્ટંટ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જીપના બોનેટ પર સગીર ચલાવતો હતો.
ત્રણ મહિના પહેલાની ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. રીલના ચક્કરમાં સુરતમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. પોલીસે જીપ માલિક અને સ્ટંટ બાજની અટકાયત કરી હતી.ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન નંબર પર કોઈ જાગૃત વ્યક્તિએ વીડિયો મોકલ્યો હતો. ચાર યુવકો મોપેડ પર છૂટ્ટા હાથે સ્ટંટ કરી રહ્યા છે. વીડિયો નાનપુરા ખ્વાજાદા રોડનો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
નર્મદામાં પણ સ્ટંટબાજો બેફામ બન્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર યુવતીના સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. ચાલુ કારમાંથી બહાર નીકળીને જીવને જોખમમાં મુક્યો હતો. જો અકસ્માત સર્જાયો હોત તો કોણ જવાબદાર ?
સુરતમાં BRTS રૂટમાં ખાનગી વાહનોની ઘૂસણખોરી સાથે હવે પાણીપુરી-સોડાનું વેચાણ શરૂ થઇ ગયુ છે. જેનો વીડિયો પણ સોશલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે BRTS રુટમાં વાહનો પાર્ક કરીને ચાની મજા લેતા લોકો જોવા મળ્યા હતા. કાપોદ્રા-વરાછાના કેટલાક BRTS રૂટમાં બેરિકેડિંગ હોવાથી રાતે લોકો આરામ પણ ફરમાવે છે અને સીમાડાથી સ્વાગત સોસાયટી, વરાછા, વલ્લભાચાર્ય ચોક, ઉન-ભેસ્તાન, અલથાણ સુધી ભારે ત્રાસ છે.
નોંધનીય છે કે રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાઈક પર સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જેતપુર-ધોરાજી નેશનલ હાઈ વે પર ચાલુ બાઈક પર ઉંધા સૂઈને એક યુવક જોખમી રીતે બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.