સુરત: શહેર પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.


સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી


સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને લોકોને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી અને પોલીસની આ કામગીરીની પ્રસંશા થઇ હતી અને સુરત પોલીસનું આ મોડલ હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે. સુરતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી આગામી એક સપ્તાહ સુધી ગુજરાતભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકો પાસે જશે અને લોકોની ફરિયાદ સાંભળી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે.


પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા


ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના આદેશ બાદ સુરત પોલીસ એકશન મોડમાં આવી છે. ક્રાઇમબ્રાન્ચ પોલીસે સુરત શહેરમાંથી 16 જેટલા વ્યાજખોરની ધરપકડ કરી છે. આ તમામ વ્યાજખોરો લોકોને ઊંચા અને ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતા હતા. રૂપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીએ રાજ્યમાં વ્યાજખોર વિરુદ્ધ ખાસ ડ્રાઈવ ચલાવવાની વાત કરી હતી તે બાદ આ એક્શન લેવામાં આવ્યા છે.


16 જેટલા વ્યાજખોરની ધરપકડ 


(૧) બબન લાલજી મિશ્રા ઉં.વ: ૩૮ રહેઃ ઘર નં: ૪૫ બીજા માળે ગાયત્રી નગર સોસા. તેરે નામ રોડ વાસુદેવ હિન્દી વિધાલય પાસે પાંડેસરા સુરત,


(૨) પંકજભાઇ રમણભાઇ પટેલ ઉ.વ.૪૩, રહે,૫૦૧/અમૃત પેલેસ બાપાસિતારામ સોસા, ડભોલી હરીદર્શનના ખાડા પાસે સુરત. 


(૩) વિશાલભાઇ ઠક્કર તે વિશાલ ફાઇનાન્સરના પ્રોપાઇટર રહે.ટી.એન્ડન ટીવી. સ્કુ,લની સામે સ્વામમી ગુણાતીત નગર સુરત શહેર. 


(૪) શુભમ પ્રદિપભાઈ બીછવે ઉ.વ.૨૩ રહે,ઘરન-એચ/૨૦૨, મહાદેવનગર રામમંદીરની સામે ગોડાદરા સુરત. 


(૫) પરબતભાઇ ઉર્ફે બાપુ જોરાભાઇ દેસાઇ ઉ.વ: ૪૬ રહે. બિલ્ડીંગ નં સી/૧ ફલેટ નં. ૪૦૪, સ્ટાખર ગેલેક્ષી,છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત.


(૬) ભગવાન હરીભાઈ સ્વાઈ ઉ.વ-૪૪ રહે-ઘ,નં-૩૦૦ પનાસગામ તા-ચોર્યાસી, જી-સુરત.


(૭) બલરામ નાનાભાઈ મેવાવાલા ઉ.વ-૭૪ રહે-સી/૪/૧૮એસ.એમ.સી. ટેનામેન્ટ માનદરવાજા સુરત, 


(૮) અભિજીત સુભાષ બાવીસ્કર ઉ.વ-૩૪ રહે-ધ.નં-૭૦,ઘનસ્યામનગર ગોડાદરા આસપાસ મંદિરની પાસે સુરત.


 (૯) ભાવેશ કિશોરભાઈ વાઘેલા ઉ.વ-૨૭ રહે-બિલ્ડીંગ નં-એ/૧૨ ફ્લેટ નં-૨૦૩ ઓમ ટાઉનશીપ વિભાગ-૫ પાસોદરા ગામ સરથાણા, સુરત.


 (૧૦) દિપક વસંતભાઇ ઉધનાવાળા ઉ.વ.૪૮ રહેવાસી પાર્શ્વનાથ સોસાયટી, ઓમકાર રેસીડેન્સીજની બાજુમાં, કેનાલ રોડ,પાલનપુર ગામ, સુરત.


(૧૧) જયસિંગ ઉદાભાઈ સપકાળા ઉ.વ-૪૯ રહે-ઘ.નં-૩૯૫ નાગશેનનગર પાંડેસરા સુરત શહેર.


(૧૨) માધવરાવ મધુકર પાટીલ ઉ.વ-પર રહે-૨૦૪ મહાદેવનગર-૩ ડીંડોલી સુરત શહેર.


 (૧૩) કનૈયા દિનેશભાઈ સંચેતી (જૈન) ઉ.વ-૨૫ રહે-પ્લોટનં-૬૭,૬૮ અંબિકાનગર ચીકુવાડી સામે પાંડેસરા, સુરત.


 (૧૪) પ્રકાશચંન્દ્ર ઈશ્વરલાલ મર્ચન્ટ ઉ.વ-૫૮ રહે-પરીશ્રમ બિલ્ડીંગ ફ્લેટનં-૭ બિલ્ડીંગ નં-૫ મુક્તાનંદનગર સરદાર બ્રીજપાસે અડાજણ સુરત.


(૧૫) જાકીર ઉર્ફે જગ્ગુ બદરૂદ્દીન શેખ ઉ.વ-૪૧ રહે-૨૧ ઓમનગર સોસાયટી વાડીવાલા સ્ટ્રીટ ડુંભાલ લીમ્બાયત સુરત શહેર. અડાજણ સુરત.


(૧૬) ઓધવજી દેવનદાસ હેમનાણી ઉ.વ-૬૩ રહે-ડી/૧૮ શંકરરત્નગીરી વિધાંકુંજ હાઈસ્કુલની સામે