સુરતઃ સટ્ટો રમાડતો વ્યક્તિ ઓટોમેટિક પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપાયો
abpasmita.in | 27 Aug 2019 09:41 PM (IST)
સલાબતપુરા પોલીસે ઓટોમેટિક પિસ્તોલ તથા બે કારતુસ સાથે મોહમદ આરીફ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
સુરત: સુરતના સલાબતપુરા પોલીસે સટ્ટો રમાડતા મોહમદ આરીફ નામના વ્યક્તિની ઓટોમેટિક પિસ્તોલ તથા બે કારતુસ સાથે ધરપકડ કરી છે.સાથે પિસ્તોલ આપનાર રવીકાંત પાંડે નામના એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસ તપાસમાં આરીફ ઉર્ફે ટોટી શેખ સટ્ટો રમાડો હોવાનું સામે પણ આવ્યું છે. તેના ભાગીદાર સાથે ઝઘડો થતાં આરીફે પિસ્તોલ મંગાવી હતી. પોલીસે બાતમીના આધારે આરીફ પાસેથી બે કારતુસ અને એક ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય પોલીસે પિસ્તોલ આપનાર ઇસમની શોધખોળ હાથ ધરી છે અને તેને વોન્ટેડ જાહેર કર્યો છે.