Surat: સુરત શહેરમાં પોલીસ અને સરકારી કર્મચારી સાયબર ક્રાઇમના શિકાર બન્યા હતા. સુરત સાયબર ક્રાઇમ પોલીસ એક મહિલા સહિત ત્રણ ઈસમની ધરપકડ કરવામાં આવી છે. સાઈબર ફ્રોડ ગેંગ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હતું. PLC ULTIMA કોઈનમાં રોકાણ કરતા 59 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. 12 લોકો સાયબર ફ્રોડ નો શિકાર બન્યા હતા. 12 પૈકી એક સુરત પોલીસનો જવાન તથા અન્ય ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે. ગેંગ દ્વારા 59 લાખ નું ચીટિંગ કરવામાં આવ્યું હતું.


આરોપીઓએ આરબીઆઈની કોઈપણ જાતની મંજૂરી મેળવ્યા વગર PLCU ULTIMA નામની કંપની ઉભી કરી તેની એપ્લિકેશન બનાવી PLCU કોઇન ઉભા કરી તેમાં રોકાણ કરવાથી જેટલા રૂપિયાનું રોકાણ કરશો તેટલા રૂપિયા ત્રણ મહિનામાં પરત આપવાનું અને એક વર્ષમાં કરેલા રોકાણના ત્રણ ગણા રૂપિયા આપવાની તથા બીજી કોઈ વ્યક્તિને રોકાણ કરાવશો તો કમીશન અને બોનસ આપવાની લોભામણી વાતો કરી હતી.


પકડાયેલા આરોપીઓ



  • વિનોદ હરીલાલ નીશાદ (ઉ.વ.36)

  • મહેન્દ્ર ઉદેસિંહ સીસોદીયા (ઉ.વ.34)

  • પંપા બરૂન દાસ (ઉ.વ.34)


સાયબર ફ્રોડથી બચવાની ટિપ્સ



  • તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખો. ટ્રાય કરો કે તેમાં અક્ષરો, સંખ્યાઓ અને સ્પેશિયલ અક્ષરોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. તેમજ પાસવર્ડ એવા ન હોવા જોઈએ કે જેનાથી સરળતાથી અનુમાન લગાવી શકાય.

  • કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. તમને તમારા ઈ-મેલ, વોટ્સએપ, અન્ય કોઈપણ સોશિયલ મીડિયા એપ અથવા SMS દ્વારા આવી લિંક્સ મળી શકે છે. આમાં ઘણી વખત લોભામણી ઓફર આપવામાં આવે છે.

  • તમે તમારા ઉપકરણને સુરક્ષિત રાખવા માટે એન્ટી વાયરસ ઇન્સ્ટોલ કરી શકો છો. ઉપરાંત, ડિવાઈસને અપડેટ કરીને સુરક્ષિત રાખી શકાય છે. કારણ કે, તેમાં સિક્યોરિટી પેચ હોય છે.

  • તમારા બ્રાઉઝર માટે હંમેશા માત્ર વિશ્વસનીય અને સુરક્ષિત બ્રાઉઝરનો ઉપયોગ કરો. તમારા બધા એકાઉન્ટ્સ માટે ટુ સ્ટેપ વેરિફિકેશન એનેબલ કરો. જેથી પ્રોટેક્શન લેયર ડબલ થઈ જાય.

  • તમારી અંગત વિગતો ઓનલાઈન શેર કરવાનું ટાળો. કારણ કે, સ્કેમર્સ તમારા પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.

  • તમારા ડિવાઇસને કોઈની સાથે જોડતી વખતે સાયબર ક્રિમીનલ વાયરસ નો એટેક થઇ શકે છે. જયારે તમે બ્લુઉટૂથનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે તમારા ડિવાઇસમાં બ્લુટુથ શોધવાનો ઓશન બંધ રાખો. એક વાર ડેટા ટ્રાન્સફર થયા પછી તરતજ પેઈરીંગ દૂર કરી દો.