સુરતઃ સ્કૂલવાન ચાલકે 15 વર્ષીય છોકરીને ફોસલાવી બાંધ્યા શારીરિક સંબંધ ને પછી......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Nov 2020 02:26 PM (IST)
સ્કૂલવાન ચાલકે છોકરીને ફસાવીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહી, ગઈ કાલે બાળકીનું તેના ઘરેથી અપહરણ પણ કરી લીધું હતું.
પ્રતિકાત્મક તસવીર
સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં 15 વર્ષીય છોકરી પર સ્કૂલવાન ચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સ્કૂલવાન ચાલકે છોકરીને ફસાવીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહી, ગઈ કાલે બાળકીનું તેના ઘરેથી અપહરણ પણ કરી લીધું હતું. ત્યારે પોલીસે મહિલા અને સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, પુણામાં રહેતી 15 વર્ષીય સગીરા વર્ષ 2018થી 10-11-2020 દરમિયાન અભ્યાસ માટે જગદીશ અગ્રવાલ(રહે. ભૈયાનગર પુણા)ની સ્કૂલવાનમાં જતી હતી. દરમિયાન જગદીશે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ લગ્નની લાલચ આપીને ત્રણેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ગઈ કાલે જગદીશ અગ્રવાલ પત્ની રવિના તેમજ અજાણી મહિલા સાથે સગીરાના ઘર પાસે આવ્યો હતો. તેમજ સગીરાને મળવા બોલાવી જબરદસ્તી કારમાં બેસાડી અપહરણ કરી લીધી હતું. તેમજ તેને કારમાં માર પણ માર્યો હતો. આ અંગે સગીરાની બહેને ત્રણેય સામે ફરિયાદ કરતાં પુણા પોલીસે મહિલા અને નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.