સુરતઃ સુરતમાં બ્યુટી પાર્લરનું કામ કરતી મોટા વરાછા વિસ્તારની યુવતીએ વ્યાજે લીધેલા 5.50 લાખ રૂપિયાનું લાખનું વ્યાજ નહીં આપવાના બદલામાં તેની સાથે શારીરિક સંબંધો બાંધનારા ફાયનાન્સરની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. યુવતીના ફાયનાન્સર સાથેના શારીરિક સંબંધોની જાણ થઈ જતાં તેના પતિએ તેને ડિવોર્સ પણ આપી દીધા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે, મોટા વરાછા વિસ્તારમાં રહેતી 30 વર્ષની યુવતીએ બ્યુટી પાર્લરના ધંધા માટે તેના પરિચીત અને ફાઇનાન્સનો ધંધો કરતા રાજેશ બોઘાભાઇ હન (રહે. ગંગા રેસીડન્સી, ક્રોઝવે ચાર રસ્તા, સિંગણપોર) પાસેથી 5.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એક દિવસ યુવતી પાસોદરા ખાતે બ્યુટી પાર્લરના ઓર્ડરના કામે જઇ રહી હતી ત્યારે રાજેશે પોતે પણ કામરેજ તરફ જઇ રહ્યો છે એમ કહી કારમાં લીફ્ટ આપી હતી. એ પછી તેણે કોલ્ડ્રીંકસમાં નશીલો પદાર્થ પીવડાવી વરાછા વિસ્તારની આર્શીવાદ હોટલમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.
આ પછી યુવતી તેને મળવાનું ટાળતી હતી. દરમિયાનમાં લોક્ડાઉન થતા બ્યુટી પાર્લર બંધ થતાં યુવતી વ્યાજ નહીં ચુકવી શકતા રાજેશે તેને કહ્યું હતું કે, તારે વ્યાજ ન ચૂકવવું હોય તો મારી સાથે શરીર સબંધ રાખવા પડશે. તેણે ધમકી આપી હતી કે, મારી સાથે શારીરિક સંબંધો નહીં રાખે તો તારા પતિને જાણ કરી દઇશ અને તારી પુત્રીને પણ ઉપાડી જઇશ.
આ રીતે રાજેશે ધમકી આપી યુવતીને વરાછા, કતારગામ, કામરેજ અને પાસોદરા વિસ્તારની હોટલ અને સબંધીને ત્યાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. રાજેશ સાથેના સબંધની જાણ થતાં યુવતીના પતિએ તેને ડિવોર્સ પણ આપી દીધા હતા. ફાયનાન્સરની શારીરિક સંબંધોની માગ ચાલુ રહેતાં યુવતીએ અમરોલી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પોલીસે ફાઇનાન્સર રાજેશ હનની ધરપકડ કરી છે.
સુરતઃ બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે યુવકે શાના બદલામાં બાંધ્યા શારીરિક સંબંધ ? યુવતીના પતિને પડી ગઈ ખબર ને.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Nov 2020 12:03 PM (IST)
ફાયનાન્સરે કોલ્ડ્રીંકસમાં નશીલો પદાર્થ પીવડાવી વરાછા વિસ્તારની આર્શીવાદ હોટલમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -