સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરબા આયોજનને લઈ પોલીસ અને વિદ્યાર્થીઓમાં ઘર્ષણ મામલે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી નેતાઓએ માંગ કરી છે કે જવાબદાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવે. સૌથી પહેલા યુનિવર્સિટી ખાતે વિરોધ કરાયો હતો. ત્યાર બાદ રોડ બ્લોક કરાયો અને કલેકટર ને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે.


સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ આવી જતા મામલો ગરમાયો હતો. પોલીસ અને વિદ્યર્થીઓ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોલીસ સામે બાયો ચઢાવી છે. આજે ABVP વિદ્યાર્થી સંઘઠન દ્વારા ઉગ્ર વિરોધ કરી જવાબદાર અધિકારી ને સસ્પેન્ડ કરવા માંગ કરાઈ છે.


આજે અલગ અલગ પ્રકારે ABVPદ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પહેલા દ્રશ્યો યુનિવર્સિટી કેમ્પસના સામે આવ્યા હતા, જેમાં યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કરી વાઇસ ચાન્સેલર અને રજીસ્ટર ને રજુઆત કરાઈ હતી. વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા પહેલા જાણકારી આપવાની હતી. આ સમગ્ર ઘટના બાબતે રિપોર્ટ કરવામાં આવ્યો છે.


નવરાત્રિમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવાયો હતો. જેથી મામલો ગરમાયો હતો જેમાં ABVP દ્વારા ઉગ્ર વિરોધ કર્યો અને જે પોલીસ કર્મચારીઓ હતા. તેમની સામે કાર્યવાહી કરવા માટે માગ કરી નહિ પોલીસ એક્શન લેતો ABVPદ્વારા ઉગ્ર આંદોનલ કરવામાં આવશે.