સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરીને લાશ દિવાલમાં ચણી દિધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાંડેસરા પોલીસે આ હત્યાકાંડમાં એક આરોપીને ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આરોપીની કબૂલાત પછી પોલીસ જ્યાં લાશ દાટેલી હતી, તે મકાનમાં પહોંચી હતી અને દિવાલ તોડીને લાશ બહાર કાઢવામાં આવી રહી છે.

આ અંગે એસીપી જે. કે. પંડ્યાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2015માં શિવમ ઉર્ફે કિશનની હત્યા થઈ હતી. હાલ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને એફએસએલની હાજરીમાં તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા હાલ, તો વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી. તપાસ પછી વધુ વિગતો સામે આવશે.

રાજુ બિહારી નામના આરોપીએ 19 વર્ષીય શિવમની હત્યા કરી નાંખી હતી. અંગત અદાવતમાં હત્યા કર્યા પછી લાશ મકાનની દિવાલમાં ચણી દીધી હતી. પાંડેસરા પોલીસ અને FSL ટીમ ઘટના સ્થળે પહોંચી છે.