સુરત : ઉઠમણા જળમૂળથી ઉખેડવા પોલીસનો એક્શન પ્લાન સામે આવ્યો છે. સલાબતપુરા પોલીસે ક્રાઇમ રેટ ઘટાડવા સ્પેશિયલ એપ બનાવી છે. ટેકસટાઇલ સુરક્ષા સેતુ એપ બનાવાઈ, જેમાં કાપડ વેપારીનો GST નંબર એડ કરતા જ તેની હિસ્ટ્રી આવશે. કાપડ વેપારી પર કેટલી ફરિયાદ થઈ છે તેની જાણકારી મળશે. 


એટલે કે, છાસવારે ઉઠમણા કરી જતાં વેપારીઓથી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને રાહત મળશે. તમે ખાલી જીએસટી નંબર નાંખશો તરત જ તમને એપ પર વેપારી સામે થયેલી ફરિયાદોની વિગતો મળી જશે. આમ, તમે જે વેપારી સાથે ધંધો કરો છો, તેની સાથે ધંધો કરવા જેવો છે કે નહીં તે તમને આંગળીના ટેરવે માહિતી મળી જશે. જેનાથી વેપારીઓના રૂપિયા ડૂબતા બચી જશે. 




સુરતમાં કાપડનો વેપારી લૂંટાયોઃ ડીંડોલી ચલથાણ હાઇવે પર ફિલ્મી ઢબે થઈ લૂંટ,બાઈક પર સવાર બે ઇસમોએ કાચ પર કીચડ ફેંકી રૂ 55 લાખની લૂંટ કરી ફરાર


સુરતના ડીંડોલીથી ચલથાણ તરફ જઈ રહેલા કેનાલ હાઇવે પર કાપડ વેપારી લૂંટ નો શિકાર બન્યો છે.કારમાં 55 લાખ રૂપિયા લઇ ત્રણ વેપારીઓ કડોદરા તરફ જઈ રહ્યા હતા.દરમિયાન ચલથાણ કેનાલ રોડ પર લૂંટનો શિકાર બન્યા.વેપારીની કાર પર બે અજાણ્યા મોપેડ સવારે કિચડ ફેકતા કાર ઉભી રાખવી પડી હતી. તેનો લાભ લઈ બંને મોપેડ સવાર કારમાંથી 55 લાખ રૂપિયાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ સહિત એસીપી ,ડીસીપી ,ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સથાળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.



સુરતના વેસુ વિસ્તારમાં રહેતો યાનના કાપડનો વેપાર કરતો વેપારી લૂંટનો શિકાર બન્યો છે. યાનના કાપડનો વેપારી તેના અન્ય બે મિત્રો સાથે રૂપિયા 55 લાખ લઈને વ્યવસાયના કામ અર્થે મોડી સાંજે ડીંડોલી ચલથાણ કેનાલ હાઇવે પરથી કડોદરા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ડિંડોલીથી ત્રણ કિલોમીટર દૂર પહોંચતા એની પાછળ બે અજાણ્યા ઈસમો દ્વારા મોપેડ પર આવીને તેમની કારના ડ્રાઇવરના કાચ પર કીચડ ફેંક્યો હતો. જેને લઇ કાર ચાલકે ગાડીને સાઈડ કરવી પડી હતી. દરમિયાન કાર જેવી સાઇડ કરાતા તરત જ બંને અજાણ્યા મોપેડ સવારોએ કારમાં રહેલ રૂપિયા 55 લાખની બેગ નજર ચૂકવી લઈ ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવ્યા


સુરતનો યાનના વેપારી સાથે રૂપિયા 55 લાખની લૂંટ થઈ છે કે ચીલ ઝડપ થઈ છે તે અંગેની જાણ પોલીસને થતા જ તાત્કાલિક ડીંડોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ જે રીતે હાઇવે પર કારની સ્થિતિ જોવા મળી અને વેપારીની વાતો સાંભળી ઘટના ખૂબ જ ગંભીર હોવાનું પોલીસને લાગી રહ્યું હતું.જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો મોડી રાત સુધી તપાસ માટે દોડી ગયો હતો. ડીંડોલી પોલીસ સહિત એસીપી, ડીસીપી ,ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે વેપારી સાથે બનેલી ઘટનાની હકીકત સાંભળી તે દિશામાં તપાસ શરૂ કરી છે.


ઘટના અંગે ઝોન 2 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સાંજે સાડા સાત થી આઠની વચ્ચે બે વેપારી ચલથાણ રોડથી બ્લેક કલરની scorpio લઈ જઈ રહ્યા હતા.દરમિયાન એકટીવા પર પાછળથી બે લોકો આવી ગાડી ઉપર કીચડ ફેંક્યો હતો. જેને લઇ ગાડી સાઈડ કરવી પડી હતી. દરમિયાન મોપેડ ચાલકોએ નજર ચૂકવી રૂપિયા ભરેલી બેગની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યા હતા. બંને વેપારી વ્યવસાયના અર્થે કડોદરા તરફ જઈ રહ્યા હતા. આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. અને વધુ તપાસ પોલીસ કરી રહી છે.