સુરતઃ સુરતના પુણામાં આવેલા સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે ભોંડો ફોડ્યો છે. પોલીસે દરોડા પાડ્યો ત્યારે એક યુવક સ્પાની છોકરી સાથે શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં વ્યસ્ત હતો. પોલીસે યુવક અને યુવતી બંનેને કઢંગી અવસ્થામાં ઝડપી લીધાં છે. યુવકે યુવતી સાથે શરીર સુખ માણવા માટે 1000 રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે ગ્રાહક, મેનેજર અને સ્પા માલિકની ધરપકડ કરી રૂપિયા 11,700ની મતા કબજે લીધી હતી.
પુણા પોલીસ મથકની ટીમે શુક્રવારે સાંજે કંટ્રોલ રૂમના મેસેજના આધારે પુણામાં ક્રિષ્ણા સર્કલ ખાતે સિલિકોન વ્યુ શોપિંગમાં પાનના ગલ્લાની ઉપર છાયા ઝેરોક્ષની ઉપર આવેલા એસ.પી. સ્પામાં દરોડા પાડયા હતા. અહીં પ્લાયવુડના પાર્ટીશનવાળી કેબિનમાં જઇ તપાસ કરતા એક યુવક યુવતી સાથે શરીર સુખ માણતો નગ્નાવસ્થામાં ઝડપાઇ ગયો હતો. પોલીસની તપાસમાં તેનું નામ સુમિત ગુણવંત રાઠોડ (ઉ.વ.30, રહે- હળપતિવાસ, હનુમાનજી મંદિર પાસે, પરવટ પાટિયા) હોવાનું બહાર આવ્યું છે. પોલીસને કેબિનમાંથી ને કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા હતા. અહીં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું. મસાજ ફી પેટે ગ્રાહકો પાસે રૂપિયા 500 તથા છોકરીઓ સાથે શરીર સુખ માણવા માટે એક હજાર રૂપિયા લેવાતા હતા. છોકરીઓને ગ્રાહક દીઠ 500 ચૂકવાતા હતા.
પુણા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ મળી 11,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સ્પાના મેનેજર નરેશ ભગુ સોલંકી (રહે- બાપા સીતારામ સોસાયટી, મરઘાં કેન્દ્ર પાસે, કાપોદ્રા) અને સ્પાના માલિક અશોક મફતલાલ વૈષ્ણવ (રહે- સ્વસ્તિક રેસિડન્સી, કુંભારિયા)ની ધરપકડ કરી હતી.
સુરતઃ સ્પાની કેબિનમાં યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પોલીસ ત્રાટકી, જાણો પછી શું થયું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Nov 2020 09:30 AM (IST)
યુવકે યુવતી સાથે શરીર સુખ માણવા માટે 1000 રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે ગ્રાહક, મેનેજર અને સ્પા માલિકની ધરપકડ કરી રૂપિયા 11,700ની મતા કબજે લીધી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -