સુરતઃ સુરતમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલે વેસુ રોડ પર ત્રણ સ્પા પર રેડ કરી નાણાંના બદલામાં શારીરિક સંબંધો બાંધતી 12 યુવતીની ધરપકડ કરી છે. રેડમાં  મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને મુંબઈની 12 યુવતીઓ સેક્સ વર્કર તરીકે કામ કરતી હોવાનું બહાર આવ્યું હતું.


એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના ઇન્સ્પેક્ટર એ. જે. ચૌધરીને વેસુ વી.આઇ.પી. રોડ ઉપર સન આર્કેડના કોકુન સ્પા, વી.આઇ.પી. હાઇટ્સમાં અરમાની અને તેરાત્મા સ્પામાં બહારથી યુવતીઓને મસાજના નામે બોલાવી તેમની પાસે નાણાંના બદલામાં શારીરિક સંબંધો બાંધવાનો અનૈતિક દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની માહિતી મળ હતી. આ માહિતીના આધારે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના ઇન્સ્પેક્ટર એ. જે. ચૌધરી અને તેમની ટીમે મંગળવારે સાંજે રેડ કરી હતી. પોલીસની રેડમાં અહીંથી સ્પામાં કામ કરતા મેનેજર, ગ્રાહકો અને કર્મચારીઓ તથા માલિક સહિત 13 વ્યક્તિને ઝડપી લેવાયા હતા.

કોકુન સ્પામાંથી મિઝોરમની ચાર યુવતીઓને મુક્ત કરાવાઈ હતી. પોલીસની રેડ દરમિયાન સ્પાનો માલિક નિકુંજ અને મેનેજર મલેક ભાગી છૂટયા હતા. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ સિવા  અરમાની સ્પામાં પણ કાજલ નામની મહિલા માલિક ભાગી છૂટી હતી. પોલીસે અરમાની સ્પામાંથી મુંબઇની પાંચ યુવતીને મુક્ત કરાવી હતી. આ બંને સ્પા છેલ્લાં પાંચ વર્ષથી ધમધમી રહ્યા હતા. વી.આઇ.પી. હાઇટ્સમાં જ ધમધમતા તેરાત્મા સ્પાના સંચાલક દીપ પ્રકાશ ડેને પોલીસે ઝડપી લીધો હતો. અહીંથી પશ્ચિમ બંગાળની પાંચ યુવતીને મુક્ત કરાવાઇ હતી.

ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં નહીં રમે ગુજરાતના આ બે ધૂરંધરો, જાણો શું છે કારણ

કાલથી કમૂરતા પૂરા, જાણો મકરસંક્રાંતિએ રાશિ મુજબ કોણે કઈ વસ્તુનું દાન કરવું