ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે. ગુરુવારે મકરસંક્રાંતિનું પર્વ આવે છે. આ દિવસથી કમૂરતા પૂરા થાય છે. જેથી લોકો દરેક પ્રકારના કાર્યો કરી શકે છે. બીજી તરફ આ દિવસે સૂર્ય પૃથ્વીના ઉત્તર તરફ ઢળતો જાય છે, જેથી તેને ઉત્તરાયણ પણ કહેવાય છે.

મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે.  દિવસે સવારે 8.15 થી રાત્રે 10.15 સુધી દાન કરવાથી વિશેષ પુણ્ય મળશે. આ દિવસે પશુઓને લીલો ઘાસચારો, પક્ષીઓને ચણ, ગરીબો તથા બ્રાહ્મણોને યથાશક્તિ મુજબ દાન કરી શકાય છે. જ્યોતિષોના કહેવા મુજબ, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ ગણાય છે. જેમાં સ્નાન અને જાપથી વર્ષ દરમિયાન કરેલા પાપ અને ઋણમાંથી મુક્તિ મળે છે. આ સમયે કરેલા દાન-પુણ્યથી અક્ષય ફળ મળે છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન પુણ્ય તથા જાપનો વિશેષ મહિમા છે.

ઉત્તરાયણે એક સાથે 5 ગ્રહોનો યોગ બની રહ્યો છે. સૂર્ય, બુધ, શનિ, ચંદ્ર અને ગુરુ આ પાંચ ગ્રહ પૃથ્વી તત્વના મકર રાશિમાં બળવાન યોગ સૂચવે છે.  જેનું ભ્રમણ શુભ અને કલ્યાણકારી નીવડશે.

મકરસંક્રાંતિમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ વર્ષે સૂર્યના વાહન તરીકે સિંહ રહેશે. આ ગ્રહ યોગ પરાક્રમ સમૃદ્ધિ અને રક્ષાનું સૂચન કરે છે. આ વિશેષ યોગની રચાનાથી ધન, મકર અને કુંભ રાશિને સાડાસાતીની પનોતીમાંથી રાહત મળશે.

રાશિ મુજબ કઈ વસ્તુનું કરશો દાન

મેષ, કર્ક, વૃશ્ચિકઃ ઘઉં, હોળ, મસૂરની દાળ, લાલ કાપડ, તલ, લાલ રંગની મીઠાઈ, તાંબાનું વાસણ

સિંહ, મકર, મીનઃ ચણાની દાળ, ચંદન. પીળું કાપડ, કેસર, પરીળા રંગની મીઠાઈ, પિત્તળનું વાસણ

વૃષભ, કન્યા, ધનઃ ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ રંગનું કાપડ, માવાની મીઠાઈ

મિથુન, તુલા, કુંભઃ સ્ટીલનું વાસણ, કાળા તલ

રાશિફળ 13 જાન્યુઆરીઃ આજે આ રાશિના જાતકો પારિવારિક વિવાદથી બચજો, જાણો તમામ રાશિઓનું રાશિફળ