સુરત: રાજ્યના ગૃહમંત્રીના આદેશના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદેસર સ્પામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.  ત્યારે આ દરોડામાં ખૂબ જ  ચોંકાવનારી માહિતી સામે આવી છે. સ્પામાં કરવામાં આવેલા દરોડા દરમિયાન અનેક મોટા ખુલાસા થયા છે. આ દરોડામાં 197 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાઈ છે,  જેમાં 52 યુવતીઓ વિદેશી છે. 


સમગ્ર ગુજરાતમાં સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હતા ત્યારે આ મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કરતા  સુરત પોલીસ જાગી હતી અને શહેરમાં ચાલતા ગોરખધંધા પર લાલ આંખ કરીને કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર સ્પાની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા મુહિમ શરૂ કરાઇ હતી. સુરત પોલીસ દ્વારા સ્પા અને હોટલોમાં ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. સુરત શહેરના અલગ-અલગ ઝોન વિસ્તારમાં અત્યાર સુધીમાં 600 જેટલા દરોડા પાડ્યા હોવાનો ખુલાસો સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવ્યો છે. 




સુરત પોલીસ કમિશનર જણાવ્યું હતું કે 16 કેસ ટ્રાફિક 188 કેસ જાહેરનામા ભંગના કરવામાં આવ્યા છે.  તેમજ સ્કૂલના આસપાસના અસામાજિક તત્વો પર કાર્યવાહી કરાઈ છે અને હોટેલમાં રેડ દરમિયાન ભંગ થતો હોવાનું સામે આવ્યું છે. વિદેશી નાગરિકોના સી ફોર્મ ઉપર કાર્યવાહીના કરી હોય તેવા 62 કેસ કરાયા છે અને 90 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સ્કૂલની આજુબાજુ હોય અથવા યુવાઓને આકર્ષીને આવો વેપાર થતો હોય અથવા અન્ય કોઈની સંડોવણી જણાઈ આવે તોપોલીસની સી ટીમ અને પોલીસ અધિકારી ધ્યાન આપે છે.


197 મહિલાઓને મુક્ત કરાઇ


મહત્વની વાત એ છે સુરત પોલીસે 2023માં 47 કેસ કર્યા હોવાના ખુલાસો કર્યો છે. 101 આરોપીઓની ધરપકડ કરી છે. 197 મહિલાઓને મુક્ત કરાઇ છે.  નોંધનીય બાબત એ છે કે મહિલાઓ વિદેશી હતી. વધુમાં જણાવ્યું હતું કે યુવા ધનનું ભવિષ્યના બગડે તે માટે સુરત પોલીસ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. તેમજ કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. દશેરાના દિવસે મેસેજ આપ્યો છે કે કોઈ પણ પ્રકારની અસુરગિરિ ચલવવામાં આવશે નહિ.  જો 100  નંબર પર કોલ કરી ગેરકાયદેસર સ્પાની પ્રવુતિ જણાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ કેસોમાં 3 ઈસમને પાસા હેઠળ કાર્યવાહી થઈ છે. કેટલાક હોટેલના સ્પામાં અનેક ગેરકાયદેસર લોકોના લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં પોલીસ રેડ કરી હોવાની વાત કરી હતી.  પોલીસે મોટી સંખ્યમાં યુવતીઓને સ્પામાંથી મુક્ત કરાવી છે. આ સાથે જ ગ્રાહકો અને સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. વિદેશી યુવતીઓને બોલાવી સ્પા અને હોટલોમાં દેહવ્યાપાર ચલાવવામાં આવે છે.