સુરતઃ સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં આદર્શ ગેસ્ટ હાઉસમાં ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્યાંથી ચાર લલનાઓને મુક્ત કરાવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે ગેસ્ટ હાઉસના માલિક, દલાલ, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી રોકડા રૂ.10,450 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.42,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુડ્ઝ યાર્ડ નજીક લંબે હનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં રેઈડ કરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી કોલકત્તા અને પ.બંગાળની ચાર લલનાઓ મળતા તેને મુક્ત કરાવી ગેસ્ટ હાઉસના માલિક સંજયભાઈ જમીયતભાઈ તમાકુવાલા ઉપરાંત એક દલાલ, ગેસ્ટ હાઉસના મેનેજર અને ત્યાં શરીર સુખ માણવા આવેલા બે ગ્રાહક મળી કુલ પાંચની ધરપકડ કરી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે રોકડા રૂ.10,450 અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.42,950 નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.ગેસ્ટ હાઉસના માલિક સંજયભાઇએ દલાલ મારફતે ચાર લલનાઓને બોલાવી રાખી હતી અને તેમને ગેસ્ટ હાઉસના એક રૂમમાં રાખતા હતા. કોઈ ગ્રાહક આવે ત્યારે તે રૂમમાં લઈ જઈ લલનાની પસંદગી કર્યા બાદ ગેસ્ટ હાઉસના અન્ય રૂમમાં તેને શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપતા હતા અને તે માટે તેઓ રૂ.1000 વસુલતા હતા.
Rajkot : પૈસાની લાલચ આપી કારમાં લઈ જઈને 8 શખ્સોએ યુવતી પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર
રાજકોટઃ પરિચીત શખ્સે યુવતીને પૈસા આપવાની લાલચ આપી કારમાં લઈ જઈ અન્ય શખ્સો સાથે મળી હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને કારમાં બેસાડી ગોંડલ પાસેની વાડીમાં લઈ જઈને માર મારી આઠ જેટલા સખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અન્ય એક ઘટનામાં કચ્છના પાટનગર ભુજમાં ખાખીને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ કચ્છ મહિલા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
મહિલા પોલીસ કર્મચારીએ ભુજ "A"ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ક્વાર્ટર, ખાવડા પોલીસ લાઈન, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં બળાત્કાર ગુજાર્યો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાદમાં બીજા લગ્ન કરી લીધા હતા. પશ્ચિમ કચ્છ ભૂજ A DIVISION પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
અન્ય એક ઘટનામાં, મહેસાણાના ભાસરીયા પાસેથી યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. મંડાલી ગામના યુવાનની લાશ મળી આવી છે. યુવાનના શરીર પર મૂઢ માર મારવાના નિશાન મળી આવ્યા છે. ત્યારે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
જોકે, યુવક નિર્વસ્ત્ર હાલતમાં અહીં કેવી રીતે આવ્યો તેમજ તેની હત્યા થઈ છે તો કોણે અને કેમ કરી તે સમગ્ર પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ પછી સામે આવી શકે છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.