Surat News: સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે સ્પામાં ચાલતાં કુટણખાના પર દરોડા પાડ્યા હતા. બોમ્બે માર્કેટ પાસે આવેલી તાપ્તિ ગંગા માર્કેટમાં સ્પાના નામે ગોરખધંધા થતા હોવાની મળેલી બાતમી બાદ પોલીસે રેઇડ કરી હતી. જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી 5 લલનાઓ પકડાઈ હતી. આ ઉપરાંત 10 જેટલા ગ્રાહકો અને એક સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રોકડા રૂપિયા 17650 અને 12 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા.


15 દિવસ પહેલા પણ સુરતમાંથી ઝડપાયું હતું કૂટણખાનું


સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર 22 ડિસેમ્બર,2022 ના રોજ રેડની કામગીરી કરી હતી.  રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી


લીંબડી-રાજકોટ હાઇવે પર લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત


સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. લીંબડી રેલવે બ્રીજ નજીક ખાનગી લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ દ્વારકાથી અમદાવાદ જતી હતી. ખાનગી બસમાં 56 પેસેન્જર હતા. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. નાની મોટી સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


આ 13 રાજ્યોમાં 2-3 દિવસ ગાઢ ધુમ્મસની આગાહી


આગાહી મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પણ આગામી 2-3 દિવસ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. આ સંભાવનાઓને ધ્યાને લઈ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે.


ઠંડીમાં દિલ્હીના હાલ બેહાલ


દિલ્હીમાં આજનો રવિવારનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો. સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી વચ્ચે લોકોએ હાડ થીજાવતી ઠંડીનો સામનો કર્યો. છેલ્લા 3 દિવસથી દિલ્હીનું લઘુત્તમ તાપમાન હિલ સ્ટેશન કરતા ઓછું નોંધાયું હતું. 


10 જાન્યુઆરીથી ઠંડી અને ધુમ્મસમાં રાહતની સંભાવના


હવામાનશાસ્ત્રી ડૉ.આર.કે.જેનમણીએ કહ્યું કે અમે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જ્યારે રાજસ્થાન-બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ રાજ્યોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. રાહતની વાત એ છે કે, 10 જાન્યુઆરીથી શીત લહેર રહેશે નહીં. બીજી તરફ હવામાન શાસ્ત્રીએ કહ્યું કે, 10 જાન્યુઆરીની રાતથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના હોવાથી ગાઢ ધુમ્મસ, શીત લહેરમાંથી લોકોને સંપૂર્ણ રાહત મળશે.