લેડી PSI અમિતા જોષી કેસમાં કોન્સ્ટેબલ વૈભવ જોષીના ત્રણ-ત્રણ યુવતીઓ સાથે લગ્નેતર શારિરિક સંબંધો હોવાનો આક્ષેપ અમિતા જોષીના પિતા બાબુભાઈ જોષીએ કર્યો હતો. બાબુબાઈ જોષીએ અમિતાના આપઘાત કેસમાં પતિ સહિતના સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરતાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.
અમિતાનાં પિયરિયાંએ પતિ વૈભવના ત્રણ યુવતી સાથે અનૈતિક સંબંધો હોવાનો આક્ષેપો કર્યા હતો. જે બાદ પોલીસે તે દિશામાં કેન્દ્રિત કરી આરોપીઓની મોબાઈલ કોલ ડિટેઈલ્સ મેળવવા તજવીજ હાથ ધરી હતી. બાબુભાઈના આક્ષેપો મુજબ પતિ વૈભવના સાવરકુંડલાની યુવતી, સુરતમાં દીકરાની સંભાળ માટે આવતી વિધવા યુવતી અને વતનની જ એક યુવતી સાથે અનૈતિક શારીરિક સંબંધો છે. આ પૈકી એક યુવતી તેમના દીકરાની સંભાળ રાખવા રાખેલી વિધવા છે કે જેની સાથે પતિ વૈભવ ઘરમાં જ સંબંધો બાંધતો હતો. આ યુવતી સાથે અમિતાએ પતિને રંગે હાથ ઝડપ્યો હતો અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો.
ઉધના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ અમિતા બાબુભાઈ જોષીએ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મૃતક અમિતા જોષીના પિતા બાબુભાઈએ મહિધરપુરા પોલીસમાં અમિતાના પતિ વૈભાવ જીતેશ ઉર્ફે જીતુ વ્યાસ, સસરા જીતુ વ્યાસ, સાસુ હર્ષાબેન, નણંદો મનીષા હરદેવ ભટ્ટ અને અંકિતા ધવનભાઈ મહેતા (તમામ રહે. ગારિયાધર, ભાવનગર) સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાસરિયા અમિતાને નોકરીમાંથી રાજીનામું આપી દેવા દબાણ કરવા સાથે પોતાની કમાણીથી લીધેલી કાર, ફ્લેટ પતિ વૈભવના નામે કરવા ધમકાવતા હતા. અમિતા પાસે પગારનો હિસાબ માંગીને પણ અત્યાચાર ગુજારતા હતાસાડા ચાર વર્ષના દીકરા જયમીનને પણ માતાથી દૂર રાખતા હતા. અમિતા જોષી સાસરિયાના અમાનુષી અત્યાચારની સાથોસાથ પતિ વૈભવના લગ્નેત્તર સંબંધોથી સતત તણાવમાં રહેતા હતા.