આ અંગેની વિગતો એવી છે કે, પુણા પોલીસને બાતમી મળી હતી કે, પુણાના આઈમાતા ચોક નજીક આવેલા આયુર્વેદા નામના સ્પામાં કુટણખાનું ચાલે છે. બાતમી મળતા પુણા પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. ગ્રાહકે ઇશારો કરતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડામાં બે મહિલા પકડાઈ હતી.
સ્પામાં ગ્રાહક દીઠ 1000 રૂપિયા લઈને યુવતી સાથે દેહવ્યાપાર કરાવાતો હતો. તેમાંથી 500 રૂપિયા યુવતીને આપતા હતા. પોલીસ દરોડા દરમિયાન આ જ નામનું અને આ જ માલિકનું અન્ય એક સ્પા આઈમાતા રોડ પર રાજમંદિર પેલેસ ખાતે છે. આથી પોલીસ ત્યાં જઈને મેનેજર સ્મિત સંજય પટેલને પકડી લીધો હતો. અહીં તપાસમાં સ્પાના માલિક અજય મેઘનાથી અને અજયની પત્ની સોનલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્મિત અને સોનલની ધરપકડ કરી છે. જ્યારે અજય વોન્ટેડ છે.
પુણા પોલીસે સ્પામાંથી રોકડા રૂ.2340, રૂ.10 હજારની કિંમતનો મોબાઈલ ફોન, બે કોન્ડોમ કબ્જે કરી મેનેજર સ્મીત પટેલની ધરપકડ કરી હતી અને મેઘવાની દંપત્તિને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.