Surat: સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે. શહેરના રેલવે સ્ટેશન, વરાછા, કતારગામ, અડાજણ, પાલ, રાંદેર, પીપલોદ, મગદલ્લા, મજુરા, લીંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


સુરત જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 50 ઇંચથી વધુ વરસાદની સાથે જ મોસમનો 86 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ત્રણ તાલુકા બારડોલી, મહુવા અને પલસાણામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે સુરત શહેરમાં હજુ સુધી 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકામાં મોસમનો કુલ વરસાદ 50.39 ઇંચ અને 86 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 70.64 ટકા અને સૌથી ઓછો ઓલપાડ તાલુકામાં 24.16 ઇંચ નોંધાયો છે. જયારે આ વર્ષે ત્રણ તાલુકામાં મેઘરાજાની ભારે મહેર જોવા મળતા અત્યાર સુધીમાં બારડોલીમાં 68.72 ઇંચ અને 114.44 ટકા, મહુવા તાલુકામાં 66.36 ઇંચ અને 103.96 ટકા અને પલસાણામાં 65.68 ઇંચ અને 112.71 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. આમ ત્રણ તાલુકામાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. જયારે સુરત શહેરમાં 4.04 ઇંચ અને 71 ટકા વરસાદી પાણી પડયુ છે.      




અંબાલાલ પટેલની આગાહી


વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. જે મુજબ ચોમાસું 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લેશે. ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદ રહે તેવી શક્યતા છે. અરબ સાગરમાં 28મી તારીખે સિસ્ટમ સક્રિય થશે તેને લઈને બે તારીખ સુધી વરસાદી માહોલ રાજ્યમાં રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલના આંકલન મુજબ, 2 ઓક્ટોબરે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ ગુજરાતના પૂર્વ ભાગોમાં પંચમહાલના ભાગોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને કચ્છના કેટલાક ભાગોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસાવી શકે છે. હવે જે વરસાદ આવશે તે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.  ગુજરાત સહિત દેશના દક્ષિણ ભાગોમાં ગરમી પડશે. ગુજરાતમાં 34 ડિગ્રીની આસપાસ રહેશે અને ઓક્ટોબર આવતા 36 થી 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે.


ભરૂચ, નર્મદા, વડોદરામાં પૂરથી તબાહ થયેલા આ ખેતીપાકને લઈ સહાયની જાહેરાત, જાણો કોને મળશે લાભ


કેનેડામાં અભ્યાસનો કેટલો આવે છે ખર્ચ, શું બીજા દેશોથી મોંઘું છે શિક્ષણ ? જાણો