સુરત : સુરત શહેરમાં કોરોના કહેર (Surat Corona Cases) વર્તાઈ રહ્યો છે અને કોરોનાના કેસો વધતાં મુખ્ય રસ્તા પરની કેટલીક  શેરીઓ વાંસ અને પતરાં ઠોકીને બંધ કરાતાં લોકોમાં ભારે ફફડાટ છે. આ રીતે મુખ્ય રસ્તા વાંસ-પતરાં ઠોકીને બંધ કરાવા માંડતાં શહેરમાં ફરી લોકડાઉન (Surat Lockdown) લદાશે કે શું એવી ચર્ચા પણ શરૂ થઈ છે.


ક્યાં લગાડ્યા પતરાં


સુરતમાં હાલમાં મહિધરપુરા હીરાબજારની (Mahidharpura Diamond Market) શેરીઓ નિયંત્રિત કરાઇ છે અને મોટીશેરી (Moti Sheri), ભૂતશેરી (Bhoot Sheri), નાગરશેરી (Nagar Sheri), મણિયારાશેરી, વાણીયા શેરી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત ગલે મંડી, મોટી શેરી, ગુંદી શેરીનાં નાકાં પણ બંધ કરાયા છે. આ તમામ શેરીઓ વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવાઈ છે. શહેરમાં મુખ્ય રસ્તા પરની 8થી વધુ શેરી બંધ કરી દેવાતાં શહેરમાં લોકડાઉનની (Lockdown) તૈયારીઓ શરૂ કરાઈ છે કે શું એવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ શહેરમાં તાવના દર્દીની સંખ્યા વધી અને  નજીકની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. દર્દીઓ વધતા લોકોમાં ગભરાટનો માહોલ છે.


સુરતમાં કોરોનાના નવા 687 કેસ લનોંધાયા છે અને  વધુ પાંચના સત્તાવાર મોત રીતે મોત થયું હોવાની જાહેરાત કરાતાં  મૃત્યુઆંક 1188 પર વપહોંચ્યો છે. સુરત  સિટીમાં કોરોનાના 526 અને ગ્રામ્યમાં 161 કેસ નવા નોંધાતાં કુલ કેસનો આંક 67,141 પર પહોંચ્યો છે જ્યારે  667 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.


સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે અને કેસો સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સિટીમાં કોરોનામાં ત્રણ વૃદ્વા અને બે મહિલા મળી વધુ પાંચના મોત થયા હતા. આજે સિટીમાં નવા 526 અને જીલ્લામાં 161 મળી કોરોનાના કુલ નવા કેસ  687 નોંધાયા છે. શહેરમાંથી વધુ 567 અને ગ્રામ્યમાંથી 102 મળી 669 દર્દીને રજા અપાઇ હતી.


આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોસાડના 56 વર્ષીય પ્રોઢાને ગત 28મી એ ,સીટીલાઇટના 72વર્ષીય વૃદ્વાને ગત તા.31મીએ ,ઉધનાયાર્ડના 49 વર્ષીય મહિલાને ગત તા.30મીએ તથા પાંડેસરાના 69 વર્ષીય વૃદ્વાને ગત તા.30મીએ અને રૃસ્તમપુરાના 67 વર્ષીય વૃદ્વાને ગત તા.1લીએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ  પાંચેના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા હતા.