Surat News: સુરતમાં જીવલેણ અકસ્માતની પરંપરા યથાવત છે. નેશનલ હાઇવે 48 પર અકસ્માતની ઘટના બની છે. કામરેજના ઘલા ગામના પાટિયા પાસે એસ ટી બસ ચાલકે મોપેડ સવારને અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી સારવાર શરૂ કરી હતી.


અકસ્માત બાદ બસ CCTVના પીલર સાથે અથડાઈ


બસના ટાયર નીચે ફસાયેલા ઇજાગ્રસ્તને બહાર કાઢવા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો મદદે આવ્યા હતા. લોકોએ એકજુટ થઈ બસને ધક્કો મારી બસ ઊંચી કરી હતી. અકસ્માત બાદ બસ નેશનલ હાઇવેના સીસીટીવીના પિલર સાથે અથડાય હતી. પિલર તૂટી જતા સીસીટીવીના કેમેરા તૂટીને જમીન પર પડ્યા હતા.




મોપેડનો નંબર જીજે-05-એમએલ-6752 છે, જ્યારે અકસ્માત સર્જનારી બસનો નંબર જીજે-18-ઝેડ-7918 છે. અકસ્માત સર્જનારી બસ વાપી-અમદાવાદ રૂટની હતી.



અમદાવાદની ધોળકા સબ કેનાલમાં ડૂબી જતા બે યુવકના મોત


અમદાવાદની ધોળકા સબ કેનાલમાં ડૂબેલા લોકોને સતત બીજા દિવસે શોધખોળ ચાલુ છે. શહેરના અસારવા વિસ્તારની ધોળકા સબ કેનાલમાં મંગળવારની સાંજે પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાંથી બે લોકોને બચાવી લેવાયા છે. જ્યારે બેના મૃતદેહ બહાર કઢાયા છે. હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. ફાયર વિભાગે સ્થાનિક તરવૈયાની મદદથી ડૂબેલા એક વ્યક્તિની શોધખોળ કરી રહી છે. માહિતી પ્રમાણે ડૂબેલા યુવકો પટણી સમાજના છે અને આઈટીઆઈમાં અભ્યાસ કરે છે.


રાજકોટ બન્યું રક્ત રંજિત


ધુળેટીના પર્વ નિમિત્તે જ રાજકોટ રક્ત રંજિત બન્યું છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં એક હેવાન પિતા દ્વારા ત્રણ મહિનાની દીકરીની હત્યા કરી નાખવામાં આવી છે.. સાથે જ પત્ની અને પુત્ર પર પણ છરી વડે હુમલો કરતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ત્રણ માસની દીકરી લક્ષ્મી નું સમગ્ર ઘટનામાં મૃત્યુ થયું છે.. ચાર વર્ષનો પુત્ર નિયત અને 25 વર્ષીય બસંતી નામની પત્નીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસ દ્વારા તાત્કાલિક પ્રેમ શાહુ નેપાળી નામના નેપાળી ચોકીદાર ને ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના કયા કારણે બની હતી તે બાબતે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રેમ સાહુને માતાજી આવતા હોવાના કારણે પત્ની પુત્ર અને પુત્રી પર હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક હકીકત તેની પત્નીએ જણાવી હતી... સમગ્ર ઘટનાને લઈને યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હત્યારા પિતા પ્રેમ શાહુ ની પણ આકરી ઢબે યુનિવર્સિટી સીટી પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.