Surat: સુરત શહેરમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા અનેક પ્રકારના તર્ક વિતર્ક થવા લાગ્યા છે. ગઇ કાલે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો, હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 


માહિતી પ્રમાણે, સુરતમાં ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસએમસીના સૉલીડ વેસ્ટ પ્લાન નજીકથી અજાણ્યા શ્રમજીવી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ મળ્યા બાદ તરતજ ઘટના સ્થળ પર ચોક બજાર પોલીસની પીસીઆર વાન પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કરવામાં આવી હતી, જેમાં યુવાનની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે, આ યુવાનનું કયા કારણોસર મોત થયુ છે, તે અંગે હજુ કોઇ તથ્ય સામે આવ્યુ નથી. હાલમાં મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે પોલીસે પણ તપાસની ગતિવિધિ તેજ કરી દીધી છે.


 


સુરતમાં ત્રણ માસની દિકરીને પિતાએ રમાડતા હવામાં ઉછાળી, પંખા સાથે ટકરાઈ જતા મોત, પરિવારમાં શોક 


સુરત:  માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.  સુરતના લિંબાયત વિસ્તારમાં પિતા 3 માસની દિકરીને  હવામાં  ઉછાળીને રમાડતા હતા, આ દરમિયાન   બાળકીને માથાના ભાગે પંખો લાગી જતા ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી. જે બાદ તાત્કાલિક બાળકીને સુરત સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.


3 મહિનાની દીકરીને પિતા રમાડી રહ્યા હતા.  વ્હાલમાં દીકરીને જેવી  હવામાં ઉછાળી ચાલુ પંખામાં માસૂમનું માથું ટકરાયું  અને તેનું મોત થયું હતું.  આ કરુણ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે. 


નસરુદ્દીન શાહને સંતાનમાં 3 બાળક છે. શનિવારે સવારે તે 3 મહિનાની દીકરી જોયાને રમાડી રહ્યા હતા.  આ સમયે તેણે જોયાને હવામાં ઉછાળતા જ જોયાનું માથું સીધું જ છત પર ચાલુ પંખાના પાંખિયાથી ટકરાયું હતું.   પાંખિયાની ધાર માસૂમના માથામાં લાગતા જ તે ત્યાં ફસડાઈ પડી હતી. લોહીલુહાણ હાલતમાં દીકરીને જોઈ માતા-પિતાએ બૂમાબૂમ કરી હતી.  ત્યારબાદ ગંભીર હાલતમાં જોયાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી.  જો કે, સારવાર દરમિયાન માસૂમનું મોત થયું હતું. લાડકવાયી દીકરીના અકાળે મોતથી પરિવારજનો શોકમાં છે.  આ મામલે લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે.