Surat Suicide News: સુરતમાંથી વધુ એક આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. સુરતમાં એક 20 વર્ષીય યુવાને ટૉઇલેટમાં એન્ગલ સાથે કપડાંથી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મૃતક યુવાન રાજસ્થાનનો હતો અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં કામ-ધંધા અર્થે આવીને રહી રહ્યો હતો. આપઘાતની ઘટના સુરતના રાંદેર સ્થિત બાપુનગર વિસ્તારમાં ઘટી છે, હાલમાં પોલીસ આ મામલે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ કરી રહી છે.
હાલમાં માહિતી મળી છે કે, સુરતમાં વધુ એકવાર આપઘાતની ઘટના સામે આવી છે, આ પછી સુરત પોલીસે તપાસ હાથ ધરી છે. ખરેખરમાં વાત એમ છે કે, શહેરના રાંદેર વિસ્તારમાં 20 વર્ષીય એક રાજસ્થાની પરિવારનો યુવક મજૂર અર્થે સુરતમાં આવ્યો હતો, અહીં છેલ્લા કેટલાક સમયથી રહીને છૂટક મજૂરી કરી રહ્યો હતો. પરંતુ હાલમાં તેને ટૉઇલેટના એન્ગલ સાથે લટકીને આપઘાત કરી લીધો છે.
શહેરના રાંદેર રોડ સ્થિત બાપુનગરમાં રહેતા રાજસ્થાની એક 20 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મૃતક યુવાનનું નામ રામચંદ છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો, અને છેલ્લા ચાર મહિનાથી સુરતમાં રહેતો હતો, યુવકે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજસ્થાન પરિવારને મળવા ગયો હતો. રામચંદ ઉત્તરાયણ પ્રસંગે પોતાના વતન રાજસ્થાન ગયો હતો, અને બાદમાં ચાર દિવસ પછી સુરત પરત ફર્યા હતો, અહીં તેને પોતાના મા-બાપને મળ્યા બાદ ટૉઇલેટના એન્ગલ સાથે એક કાપડો ટૂંકડો ગળામાં લગાવીને ગળાફાંસો ખાઇ લીધો હતો. મૃતક તેના પરિવારમાં સૌથી નાનો દીકરો હોવાનું પણ સામે આવ્યુ છે. રામચંદના મૃત્યુ બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુર સરકારી વસાહતમાં મહિલાએ 13મા માળેથી પડતું મૂક્યું, પોલીસે શરૂ કરી તપાસ -
અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વસ્ત્રાપુરમાં આવેલી સરકારી વસાહતમાં મહિલાએ 13મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો છે. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. વસ્ત્રાપુર પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં રાજકોટમાંથી આજે એક ડબલ સુસાઇડ કેસ સામે આવ્યો છેહકો આ કેસમાં પહેલા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતા, પરંતુ બાદમાં સાસરીયા તરફથી ત્રાસ આપીને સતત હેરાનગતિ કરતા પતિએ પણ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં ડબલ સુસાઇડ કેસમાં પોલીસની તપાસ ચાલુ છે, ઘટના એવી છે કે, રાજકોટમાં એક ઘરેલું કંકાસના કારણે પત્ની બાદ પતિએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટના યુવરાજનગર વિસ્તારમાં રહેતા અનિલ ડાભી નામના યુવકે હાલમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ અગાઉ એક અઠવાડિયા પહેલા તેની પત્ની કાજલે પણ આત્મહત્યા કરી લીધી હતી. કાજલને સંતાન પ્રાપ્તિ ના થતાં તેને કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. કાજલની આત્મહત્યાની ઘટના બાદ અનિલ ડાભીને તેના સાસરિયાં એટલે કે કાજલના પિયર પક્ષ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી હોવાનું ખુલ્યુ છે, અનિલ ડાભીએ આ મામલે આક્ષેપો કર્યા હતા કે, કાજલના પિયર પક્ષ દ્વારા તેની પાસે 10 લાખ રૂપિયાની સતત માંગણી કરવામાં આવતી હતી. જે પછી પત્નિના વિયોગ અને સાસરિયા ત્રાસથી કંટાળીને અનિલ ડાભીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ખાસ વાત છે કે, યુવકે આત્મહત્યા કરતાં પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. પતિ કાજલ અને પત્નિ અનિલ ડાભી બન્નેના અસ્થિ દામોકુંડમાં સાથે પધરાવવાનો પણ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા અમદાવાદના નરોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી આરતીબેને આપઘાત કર્યો છે. એસઆરપી-2 ક્વાટર્સમાં તેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મહિલા પોલીસકર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવાતી મહિલા પોલીસકર્મી આરતીબેન આપઘાત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. Srp 2 કવાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલા પોલીસ કર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને ઝીંણવટપૂર્વક તપાસ શરૂ કરી છે. મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા પહેલા કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.