Surat: સુરતના કાપોદ્રા વિસ્તારમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોડીરાત સુધી વાંચવાનું બહાનું કરીને જાગતી રહેતી અને ધો. 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરી ઘરેને બહારથી બંધ કરી 23 વર્ષના પ્રેમીને મળવા પહોંચ્યા બાદ બંને નગ્ન અવસ્થામાં મળી આવતાં તેના માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા. પરિવારે સગીરાની પૂછપરછ કરતા તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે છ માસમાં ત્રણથી ચાર વાર આચરવામાં દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.


શું છે મામલો


સુરતના કાપોદ્રા વિ,તરામાં રહેતા પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની 12 વર્ષીયબાળા ધો. 7માં અભ્યાસ કરે છે. રાત્રે પરિવાર જમીને સુવાની તૈયારી કરતો હતો ત્યારે સગીરાએ આવતીકાલે સવારે સ્કૂલમાં ટેસ્ટ છે તેથી મોડી રાત સુધી વાંચવાની છું તેમ કહેતા પરિવારનો સભ્યો ઉંઘી ગયા હતા. રાત્રે દોઢ વાગે પરિવારના સભ્યની આંખ ખૂલતા તે મળી આવી નહોતી. જેથી ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ તે બહારથી બંધ હતો. આથી સોસાયટીમાં રહેતા સંબંધીને ફોન કરી બોલાવી દરવાજો ખોલીને સગીરાની શોધખોળ શરૂ કરાઈ હતી.


મકાનના ત્રીજા માળે જઈ દીવાલ કૂદી બાજુના મકાનની છત પર તપાસ કરતાં સગીરા અને તેમનો પાડોશી શખ્સ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમની પૂછપરછમાં બંનેએ છેલ્લા છ મહિનામાં ત્રણથી ચાર વખત શરીરસંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં છે અને સતત ઈન્સ્ટાગ્રામથી હાલ સંપર્કમાં રહે છે. આરોપી દ્વારા સમાધાન કરવા અને પોલીસ ફરિયાદ ન કરવા માટે સગીરાના પિતાને વાત કરવામાં આવી હતી. સગીરાની માતા બીમાર હોવાથી ઘટનાના એક દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કાપોદ્રા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.


ગુજરાતમાં કેટલા છે પાસપોર્ટધારકો ?


કોરોનાકાળ ગુજરાતમાંથી મોટા પાયે લોકો વિદેશ જઈ રહ્યા છે. વિદેશ જવા માટે પાસપોર્ટ સૌથી મહત્વનો પુરાવો છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર વિદેશમાં ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં પોસપોર્ટધારકોની સંખ્યા 67.61 લાખ થઇ ગઇ છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટધારકો હોય તેમાં કેરળ મોખરે, મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. ગુજરાતમાંથી સૌથી વધુ 16.15 લાખ પાસપોર્ટધારકો અમદાવાદમાં જ્યારે સૌથી ઓછા 1452 પાસપોર્ટધારકો ડાંગમાં છે. આમ, ગુજરાતના ચોથા ભાગના પાસપોર્ટધારકો માત્ર અમદાવાદમાં છે.