સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાએ માથું ઉંચક્યું છે. સુરતમાં ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા. ત્યારે હવે સુરત મ્યુનસિપલ કમિશ્નરે ટેક્સટાઇલ માર્કેટને લઈને મોટો નિર્ણય લીધો છે. સુરતની કોઈપણ ટેકસટાઇલ માર્કેટમાં કે યુનિટમાં એકથી વધુ કોરોના કેસ આવશે તો કલસ્ટર જાહેર કરી 7 દિવસ માટે બંધ કરવામાં આવશે.


સુરત મનપા કમિશ્ન બંછાનિધિ પાનીએ હુકમ કર્યો છે કે, સુરત મનપા વિસ્તારમાં આવેલ તમામ ટેક્સટાઇલ માર્કેટ-યુનિટો પૈકી જે માર્કેટ કે યુનિટમાં એક કે તેથી વધુ કેસો આવે તો તે માર્કેટ કે યુનિટને ક્લસ્ટર તરીકે ગણી સાત દિવસ માટે બંધ કરવામાં આવશે. આ હુકમનું પાલ ન 5 જુલાઇથી કરવાનું રહેશે.



છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા 725 કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36123 થઈ ગઈ છે. જ્યારે વધુ 18નાં મોત સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચ્યો છે. આજે 486 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 25900 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 218, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશનમાં 56, સુરત-36, રાજકોટ-32, વલસાડ-18, અમદાવાદ 15, ભરૂચ -15,ખેડા 12, પાટણ 12, રાજકોટ કોર્પોરેશન -10, જૂનાગઢ કોર્પોરેશન 9, ગાંધીનગર-9, મહેસાણા 9, સુરેન્દ્રનગર 9, ભાવનગર 9, તાપી 9, વડોદરા 8, બનાસકાંઠા 8, સાબરકાંઠા 8, દાહોદ 8, ભાવનગર કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન-6, પંચમહાલ-6, અરવલ્લી 5, મોરબી 5, ગીર સોમનાથ 4, જૂનાગઢ 4, મહીસાગર 3, નવસારી 3, બોટાદ 3, ગાંધીનગર કોર્પોરેશન 2, કચ્છ 2, નર્મદા 1, અમરેલી 1, છોટા ઉદેપુર 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ સામે આવ્યો છે.