સુરતઃ થાઇલેન્ડની યુવતી વનીદાના રહસ્યમય મોત કેસમાં હવે થાઈલેન્ડની જ `આયદા` નામની યુવતી શંકાના દાયરામાં આવી છે. આ ઉપરાંત મગદલ્લા ગામમાં રહેતા `ચેતન` નામના યુવાન પર પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.
વનીદાની શનિવારે વહેલી સવારે રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી લાશ મળી આવી હતી. પોલીસે કરેલી તપાસમાં સીસીટીવી ફૂટેજમાં વનીદાની રૂમથી માત્ર 100 મીટરના અંત્તરે રહેતી થાઈલેન્ડની આયદા નામની યુવતી રાત્રે 9.30 વાગ્યાથી વ્હેલી સવારે 3.50 વાગ્યા સુધી વનીદા સાથે રૂમમાં હતી. 3.50 વાગ્યે આયદા રૂમમાંથી નિકળી હતી અને 4.40 વાગ્યે કાળા કલરની બેગ લઇ પાછી આવી હતી. એ પછી 4.50 વાગ્યે રૂમમાંથી બહાર નિકળતી સીસીટીવીમાં નજરે પડી રહી છે.
પોલીસે આયદાની સંડોવણીની શંકાના આધારે તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. રાત્રે 1.30 કલાકે આયદા જયારે વનીદા સાથે તેના રૂમમાં હતી ત્યારે `લાઇન` એપ્લિકેશન પરથી મગદલ્લા વિસ્તારમાં રહેતા ચેતન નામના યુવાનને વિડીયો કોલ કર્યો હતો. પોલીસે ચેતનની પણ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે વનીદાએ આયદાને રૂમ પર બોલાવી હતી અને દારૂ પણ પીધો હતો. વનીદા પહેલેથી આયદાથી પરિચીત ન હતી પરંતુ રૂમ પાર્ટનર રૂહીવા ઉર્ફે મ્યાઉંએ આયદા સાથે પરિચય કરાવ્યો પછી બંને વચ્ચે મિત્રતા થઇ હતી.
રવિવારે સવારે વનીદાનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આયદાએ પોલીસને જણાવ્યું છે કે, વનીદાના મોત પહેલાં એટલે કે શનિવારે રાત્રે વનીદાએ આયદાને ફોન કરી પોતે ઝીંગા લાવી હોવાથી ઘરે જમવા બોલાવી હતી. રાત્રે 9.30 વાગ્યાથી વ્હેલી સવાર સુધી આયદા તેની સાથે જ હતી અને પૂછપરછમાં આયદાએ રાત્રે 3.50 વાગ્યે વનીદાના રૂમમાંથી નીકળી પોતાની રૂમમાં દારૂ લેવા ગઇ હોવાની કબૂલાત પણ કરી છે.
સુરતઃ થાઈલેન્ડની યુવતીએ મૃત્યુ પહેલાં કોની સાથે પોતાના રૂમમાં કરી હતી પાર્ટી ? `આયદા` કોણ છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2020 08:36 AM (IST)
પોલીસે કરેલી તપાસમાં સીસીટીવી ફૂટેજમાં વનીદાની રૂમથી માત્ર 100 મીટરના અંત્તરે રહેતી થાઈલેન્ડની આયદા નામની યુવતી રાત્રે 9.30 વાગ્યાથી વહેલી સવારે 3.50 વાગ્યા સુધી વનીદા સાથે રૂમમાં હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -