સુરતમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વીજ કંપનીઓની વિદ્યુત સહાયકની ઓનલાઇન પરીક્ષામાં રૂપિયા લઇને પાસ કરતી ગેંગનો સુરત ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં મોટા ખુલાસાઓ થયા હતા.


ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ વિદ્યુત સહાયકની ઓનલાઇન પરિક્ષામાં ગેરરીતિ કરી રૂપિયા કમાયા હતા. આરોપી ઉવેશ 90 લાખ રૂપિયા કમાયો હતો જ્યારે આરોપી ઇન્દ્રવદન 50 હજાર કમિશન લેતો હતો. આરોપીઓએ આંગડિયાથી રૂપિયા ટ્રાન્સફર કર્યાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

લાખો રૂપિયાના કૌભાંડમાં પકડાયેલા બંને આરોપીઓ સહિત અન્ય આરોપીઓએ આંગડીયા મારફતે અલગ અલગ શહેરોમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાને લઇને તપાસ શરૂ કરાઇ હતી. બંને આરોપી પૈકી આરોપી ઉવેશ મોહંમદ રફીક કાપડવાલાએ ગેરીરીતિ આચરીને 80થી 90 લાખનો ફાયદો મેળવ્યો હતો. જ્યારે અન્ય આરોપી ઇન્દ્રવદન અશ્વિનકુમાર પરમારે એજન્ટ તરીકે એક ઉમેદવાર દીઠ 50 હજારનું કમિશન મેળવ્યું હતું.


સુરતમાં પેસ્ટ્રી, મરી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી, પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ


સુરતઃ સમગ્ર રાજ્યમાં હાલમાં ભેળસેળના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પેસ્ટ્રી, મરી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી મળી આવી છે. મહાનગરપાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ જણાઈ આવ્યા છે. શારીરિક તંદુરસ્તી માટે લેવામાં આવતી હેલ્થ સપ્લિમેન્ટની દવાઓ પણ સુરક્ષિત નથી. તપાસમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ આવ્યા છે. શાહપોર આશિષ મેડિકલ, મગોબ ની જય અંબે કેમિસ્ટ, બમરોલી ની એસ એચ કેમિસ્ટ ના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે. મહાનગરપલિકા એ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.


સુરતમાં પિત્ઝાના નમૂના થયા ફેલ


સુરતમાં ડેન્સ પિત્ઝા,ગુજ્જુ કાફે સહિત 6ના ચીઝ અને માયોનીઝના નમૂના ફેલ થયા છે. જેને લઈને 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.


સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. 6 જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે